🔥 TRENDING APEPDCL places 12 Andhra Pradesh coast... कोल्हापुर में 19 वर्षीय समर चव्हाण द्व... Diesel Truck Explosion Kills 7 During... RCB Women's Cricket Team: News, Scores... प्रधानमंत्री नरेंद्र मोदी का वाराणसी द... અનુકંપા ફાઉન્ડેશન, અમરેલીના ઉપક્રમે તથ...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2026’ તેમજ કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા આયોજિત ‘છાપ પ્રદર્શન’નો શુભારંભ...

✍️ Reporter: Atul Thakor 🗓 25 Oct 2026, 09:29 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2026’ તેમજ કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા આયોજિત ‘છાપ પ્રદર્શન’નો શુભારંભ...

700થી વધુ બુકસ્ટોલ અને 125થી વધુ પ્રકાશકોની સહભાગિતા સાથે પુસ્તક પ્રેમીઓ માટે અનેકવિધ આકર્ષણો; મુખ્યમંત્રીશ્રીના હસ્તે વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક પાસ યોજનાનો શુભારંભ, AMTSના બે નવા રૂટ પર બસોને લીલીઝંડી અપાઈ...

આ પ્રસંગે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સરદાર તરનજીતસિંહ સંધૂની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે ગુરુદ્વારા સુધારણા ચળવળના પ્રણેતા અને સ્વાતંત્ર્ય વીર સરદાર તેજાસિંહ સમુંદ્રીના જીવન પર આધારિત પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન પણ કરાયું...

નાગરિકોના જીવનધોરણમાં સુધારાની સાથે તેમની જ્ઞાનસંપત્તિ સમૃદ્ધ બને, ચિંતનશીલતા વિકસે અને સમાજમાં સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે માનનીય વડાપ્રધાનશ્રીના સર્વાંગી વિકાસના વિઝનનો અભિન્ન હિસ્સો છે : મુખ્યમંત્રીશ્રી

આ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની તા. 1લી નવેમ્બર સુધી સવારે 11થી રાત્રે 10 વાગ્યા સુધી મુલાકાત લઈ શકાશે...
📲Get App