🔥 TRENDING કપડવંજમાં કાચીયાવાડ ગણપતિ બાપાનું આગમન New Track 'Gabru Gujili' Launches for... साहिबगंज के बरहरवा प्रखंड में उत्क्रमि... Srilatha Releases New Song 'Idupu Kayi... PM Sharif to Meet Trump on UN General... Goa faces higher September rain defici...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પત્રકાર એકતા પરિષદની મીટીંગ 2026 ની યોજાઈ

પત્રકાર એકતા પરિષદની મીટીંગ 2026 ની યોજાઈ

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 17 Jul 2026, 08:17 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પત્રકારોને વીમા પોલિસી તેમજ આઇડી કાર્ડ આપવામાં આવ્યા

ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની અધિવેશન અંકલેશ્વર ખાતે મળ્યું..

પત્રકારો ના પરિવારની ચિંતાના વર્ષની ઉજવણી માં ગુજરાત સરકારના મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા..

પ્રદેશ,ઝોન,જિલ્લા,મહિલા વિંગના પદાધિકારીઓ ની હાજરી માં મંચસ્થ મહાનુભાવો તાલુકા પંચાયત અંકલેશ્વરના પ્રમુખ વિવેકભાઈ ભરડીવાલા અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ અંડારીયા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી શ્રી નિલેશભાઈ પટેલ અંકલેશ્વર તાલુકા ભૂતપૂર્વ પ્રમુખ ભાજપના એવા શ્રી ડોક્ટર નિતેન્દ્રસિંહ દેવધરા દ્વારા દિપ પ્રાગટ્ય થી પ્રારંભ..

પત્રકાર એકતા પરિષદ દ્વારા વર્ષ 2026 ને પત્રકારોના પરિવારની ચિંતા નાં વર્ષ તરીકે ઉજવવા નો પ્રારંભ ભાવનગર થી થયો હતો.તબક્કાવાર એક પછી એક જિલ્લા ના પત્રકારો નો 10 લાખ અકસ્માત વીમો 9 પ્રકારની સ્કીમ સાથે લેવા,ડોક્યુમેન્ટ્સ એકત્ર કરવા,આઈ કાર્ડ તૈયાર કરવા તેમજ દરેક પત્રકારને પહોચતા કરવા સહિતની વ્યવસ્થા સંગઠન દ્વારા કરવામાં આવી છે,ત્યારે ભરૂચ જિલ્લા અધિવેશન અંકલેશ્વર માં યોજવાનું નક્કી થતા ટીમ અંકલેશ્વર ની વિશેષ જવાબદારી હતી છતાં સૌએ ખભે ખભો મિલાવી કાર્યક્રમ ને સફળ બનાવવા જુદી જુદી પ્રકારની જવાબદારીઓ નિભાવી હતી..
કાર્યક્રમ માં ખાસ આમંત્રિત મહેમાન એવા ગુજરાત રાજ્યના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિ,તેમના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ને ખુલ્લો મૂકતા રાષ્ટ્રગીત ના સામૂહિક ગાન સાથે શાબ્દિક સ્વાગત,સાથે મહેમાનો નું સ્વાગત,સન્માન સન્માન પત્ર,બુકે,સ્મૃતિ ભેટ સાથે કરાયું હતું.
તાલુકા પંચાયત પ્રમુખ તેમજ અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખ સહિત ભાજપના સંગઠનના પદાધિકારીઓ પુપસ્થિત રહ્યા હતા.જેમાં આમંત્રિત સમાજ શ્રેષ્ઠીઓ,સંસ્થાના વડાઓ, રાજસ્થ મહેમાનો નું સ્વાગત સન્માન કરાયું હતું.
મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા પત્રકારો નુ યોગદાન,સમાજ પ્રત્યે જવાબદેહી, રાષ્ટ્રના વિકાસમાં ભૂમિકા તેમજ છેવાડાના માણસ સુધી સંદેશા પહોંચાડવાનું કાર્ય પત્રકારો નિભાવી રહ્યા છે,વગર પગારે દુશ્મનો પેદા કરવાનું કાર્ય એમનું સ્વમાન અને સ્વાભિમાનની લડાઈ બની જાય છે.
પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારો ના જોખમી કાર્યો વચ્ચે પત્રકારના પરિવારની ચિંતા કોણ કરશે..? જે પત્રકારો ને સરકારી કોઈ યોજનાનો લાભ નથી મળતો તે સહિત આ સંગઠન માં જોડાયેલા તમામ પત્રકારો ના પરિવાર ને 10 લાખના વીમાથી સુરક્ષા આપવા પત્રકાર એકતા પરિષદ પત્રકારો પાસેથી એક પણ રૂપિયો લીધા વિના પ્રીમિયમ ભરી,રસીદો તેમજ આઈ કાર્ડ પત્રકાર સુધી પહોચતા કરવા સુધીની ચિંતા કરે છે,ત્યારે ભરૂચ જિલ્લાનું સૌથી શ્રેષ્ઠ અધિવેશન,સફળતા ના શિખરો સર કરી ગયું હતું.માત્ર દેશનું નહીં સમગ્ર વિશ્વનું પાંચ હજાર કરતા વધુ પત્રકારોનું એક માત્ર સંગઠન,સતત પત્રકારો ની,તેના પ્રશ્નોની ચિંતા,જે પ્રશ્નોના ઉકેલ આવ્યા તેની જાણકારી સાથે પત્રકારોને બેસવા દરેક જિલ્લાના સરકારી બિલ્ડિંગમાં એક ઓફિસ ફાળવવા મંત્રીશ્રી ને મધ્યસ્થી કરવા વિનંતી કરી હતી. મહિલા પત્રકારો ની સંખ્યા વધે,સમાજમાં મહિલાઓ ની સમસ્યાઓ માટે જાગૃત બની લડત લડવા ની હાંકલ મહિલા અધ્યક્ષ શ્રીમતી સમીમ બેન પટેલ દ્વારા કરાઈ હતી..
કાર્યક્રમ ની ખાસ વિશેષતા 10 પત્રકારો જુદા જુદા સેવા ના સોપાન સાથે ફરજ બજાવતા હતા તેવા પત્રકાર સ્વરૂપે સેવકોનું સન્માન કરવામાં આવ્યું ત્યારે,પત્રકારો માત્ર કલમ અને કેમેરા પૂરતા સીમિત નથી,સેવાની સુવાસ આમ જનતા ફેલાવી રહ્યા છે,તેનું સન્માન સૌથી મોટું ગૌરવ, પત્રકાર જગત માટે નું હતું.. કાર્યક્રમ ના અંતે જિલ્લા અધ્યક્ષ શ્રી


અતુલભાઈ મુલાણી એ આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા યોગદાન આપનાર જોન,જિલ્લા, તાલુકા ના હોદ્દેદારો,જેમની પાસે હોદા નહીં હોવા છતાં ફરજ બજાવનાર તમામ અભિનંદન ને પાત્ર બન્યા હતા.
રીપોટર: મલેક સિરાજુદ્દીન જગડીયા
📲Get App