🔥 TRENDING Nilekani: India to lead global AI diff... BCCI Announces New T20 Squad for South... Uday Kotak: Let Rupee Find Its Own Lev... Gold Prices in India Rise by Rs 320 pe... Google Launches Live Scamming Alert Fe... India Opposition Demands Election Chie...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પોરબંદરમાં 20,000 કરતાં વધુ બાળકોએ સ્વચ્છતા સંકલ્પ લીધો
Local

પોરબંદરમાં 20,000 કરતાં વધુ બાળકોએ સ્વચ્છતા સંકલ્પ લીધો

✍️ Reporter: Vikram Pata 🗓 14 Oct 2026, 09:14 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

13 ઓક્ટોબર 2026 ના રોજ પોરબંદરમાં 20,000 કરતાં વધુ બાળકોએ સ્વચ્છતા માટે સંકલ્પ લીધો.

પોરબંદર, તા. ૧૩: પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી શહેરની અંદાજે ૪૬ શાળા-કોલેજના ૨૦ હજારથી વધુ બાળકોને સ્વચ્છતા સંકલ્પ પત્રો આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને કચરો અલગ-અલગ આપવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, જાહેરમાં ન થૂંકવું, ગંદકી ન કરવી અને જાહેર શૌચાલયનો ઉપયોગ કરવા સહિતના સંકલ્પો લેવડાવવામાં આવ્યા હતા.

આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ અને જાહેર સંપત્તિની જાળવણી અંગે પણ વિદ્યાર્થીઓને જાગૃત કરાયા હતા. વિદ્યાર્થીઓ પોતાના પરિવાર અને આસપાસના નાગરિકોમાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવી ‘સ્વચ્છ પોરબંદર–સુંદર પોરબંદર’ના નિર્માણમાં સહભાગી બને તેવો મહાનગરપાલિકાનો હેતુ છે.
📲Get App