🔥 TRENDING કેવડિયા ખાતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર... શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના મુખ્ય મંત્... NH ६१ कल्याण मुरबाड ते सावर्न्या पर्यं... Delhi’s Shalimar Bagh demolition drive... One-Month-Old Baby Found Dead in Purni... Gwalior traders boycott UPI on 'No‑UPI...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર જિલ્લા અદાલતમાં ત્રિવેણી વિદ્યાલયના 200 વિદ્યાર્થીઓની કાનૂની અને સાયબર જાગૃતિ મુલાકાત..
Education

હિંમતનગર જિલ્લા અદાલતમાં ત્રિવેણી વિદ્યાલયના 200 વિદ્યાર્થીઓની કાનૂની અને સાયબર જાગૃતિ મુલાકાત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Sep 2026, 05:04 PM 👁 69
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 200 જેટલા ત્રિવેણી વિદ્યાલયના ધોરણ‑9 અને 11 ના વિદ્યાર્થીઓને હિંમતનગર જિલ્લા અદાલતમાં કાનૂની અને સાયબર જાગૃતિ કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા..

સાબરકાંઠા-હિંમતનગરના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના જજ સી.પી. ચારણના માર્ગદર્શન હેઠળ મહેતાપુરાની ત્રિવેણી વિદ્યાલયના ધોરણ‑9 અને 11 ના આશરે 200 વિદ્યાર્થીઓએ હિંમતનગર જિલ્લા અદાલતની મુલાકાત લીધી.આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ન્યાયતંત્રની કામગીરી,અદાલતી પ્રક્રિયા,કાનૂની સેવાઓ અને તેમના અધિકારો વિશે સીધી જાણકારી આપવાનો હતો..

વિદ્યાર્થીઓને અદાલત સંકુલમાં આવેલી વિવિધ અદાલતોમાં લઈ જઈને ન્યાયિક કાર્યવાહી અને કોર્ટની કામ કરવાની રીતને નજીકથી જોવા મળી.આ અનુભવ દ્વારા તેમને ન્યાયતંત્ર વિશે પ્રાથમિક સમજ પ્રાપ્ત થઈ અને અદાલતની રચના અને કાર્યપ્રણાલી વિશે સ્પષ્ટતા મળી..

અદાલતની મુલાકાત બાદ જિલ્લા અદાલતના તાલીમ ખંડમાં કાનૂની અને સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમમાં કાનૂની અધિકારો, કાનૂની સહાય અને સાયબર સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી, જેથી વિદ્યાર્થીઓ ડિજિટલ યુગમાં પોતાના અધિકારોની સુરક્ષા કરી શકે.
📲Get App