🔥 TRENDING Honda to Relocate Honda City Productio... Panchayati Raj Election Lottery Set fo... Doctors' Association Calls on Rajastha... Man Slays Dog with Axe in Gwalior, CCT... 31-Year-Old Resident Doctor Found Dead... अलवर की पंचायत समिति कठूमर में सहायक अ...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડબ્રહ્મા ખાતે 20 નવી બસોની શરૂઆત, શિક્ષણ માટે સુરક્ષિત પરિવહન સેવા
Education

ખેડબ્રહ્મા ખાતે 20 નવી બસોની શરૂઆત, શિક્ષણ માટે સુરક્ષિત પરિવહન સેવા

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 07 Aug 2026, 05:20 PM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહ્મા ખાતે ‘ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા’ અંતર્ગત 20 નવી બસોને મંત્રી પી સી બરંડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

ખેડબ્રહ્મા ખાતે આજે ‘ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા’ અંતર્ગત 20 નવી બસોને મંત્રી શ્રી પી સી બરંડા સાહેબે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ સેવા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા-કોલેજ સુધી સુરક્ષિત, સમયસર અને સુલભ પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરાવશે, જે તેમના શિક્ષણના માર્ગને નવી દિશા આપશે.

ગુજરાત સરકારનો આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ અને છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવાનો સંકલ્પ સતત સાકાર થઈ રહ્યો છે. આ યોજના દ્વારા વધુને વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે જોડાય અને તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય તે જ અમારો ધ્યેય છે.

આ પ્રસંગે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના ડીઝલ બચાવ અભિયાન અંતર્ગત વર્ષ 2025-26 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડબ્રહ્મા ડેપોના સારથીઓનું પણ સન્માન કરવામાં આવ્યું.
📲Get App