🔥 TRENDING अंबाला में कांग्रेस कार्यकर्ताओं ने ज्... પીએમ સ્વનિધિ યોજના હેઠળ બેંકોમાં ૬૦૨ પ... IMD Issues Rain Warning for Andhra Pra... MRNA, CVX, V Stocks Hit 52-Week Peaks... Madurai-Guruvayur Express Gets Kerala'... होडल CIA के सब-इंस्पेक्टर को ₹5,000 की...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ચુડામાં પંચાયતના 20 કર્મચારીઓ 3 મહિનાથી પગારથી વંચિત, હડતાળના 6 દિવસે કચરાના ઢગલાં

✍️ Reporter: Vyas sanjay bharatbhai 🗓 22 Oct 2026, 11:54 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચુડા ગ્રામ પંચાયતના સ્વભંડોળ ખાતા બંધ થવાને કારણે 20 કર્મચારીઓને 3 મહિનાથી પગાર મળી રહ્યો નથી. હડતાળના 6 દિવસ પૂર્ણ થવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં શહેરમાં કચરાના ઢગલાં ખડકાઈ ગયા છે.

ચુડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા 20 કર્મચારીઓને 3 મહિનાથી પગાર ન મળવાના કારણે દયનીય સ્થિતિમાં મૂકાઈ ગયા છે. મોંઘવારીના સમયમાં 3 મહિનાથી પગાર ન મળવાને કારણે બાળકોની શાળાની ફી સહિતના ખર્ચા પહોંચી વળવા અશક્ય બન્યા હતા. રજૂઆતો છતાં ઉકેલ ન આવતાં સફાઈ શાખા સહિતના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. હડતાળના 6 દિવસ પૂર્ણ થવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, જેના કારણે સફાઈ ન થઈ શકતાં ચુડા શહેરમાં કચરાના ઢગલાં ખડકાઈ ગયા છે.

એટીડીઓ અશ્વિનભાઈ ટમાલિયાએ જણાવ્યું હતું કે, ચુડા ગ્રામ પંચાયતના સ્વભંડોળનું બેંક ખાતું ઉચ્ચકક્ષાના આદેશથી બંધ કરાયું છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, તહેવાર માથે છે ત્યારે કર્મીઓની પગારની જરૂરિયાત વ્યાજબી છે અને અમે આ મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી દીધી છે.

ગાંધીનગર કક્ષાએથી લગભગ 3 મહિના પહેલાં જ પંચાયતનું એકાઉન્ટ સીલ કરાયાનું જાણવા મળ્યું છે. 20 કર્મચારીઓના પગાર બાબતે સરપંચ અને તલાટીએ પંચાયતનું સ્વભંડોળ ખાતું સીલ હોવાનું જણાવી હાથ અધ્ધર કર્યા છે.
📲Get App