🔥 TRENDING ભરૂચની પંડવાઇ સુગર ફેક્ટરીને રાષ્ટ્રીય... ભાદરવી પૂનમ મેળામાં વિખૂટા પડેલાં બાળક... Chief Secretary Reviews Roll‑out of Ne... Chief Secretary Atal Dulloo Reviews Ne... Congress urges BJP to scrap SIR after... Goa Forward Party chief calls for roll...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિલાયતની ચાર શાળાના 20 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જ્યુબિલન્ટની ડિજિટલ શિક્ષણની ભેટ

વિલાયતની ચાર શાળાના 20 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જ્યુબિલન્ટની ડિજિટલ શિક્ષણની ભેટ

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 07 Sep 2026, 11:10 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિલાયતની ચાર શાળાના 20 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જ્યુબિલન્ટની ડિજિટલ શિક્ષણની ભેટ

ભરૂચ: જુબિલન્ટ ભારતીયા ફાઉન્ડેશન અને જુબિલન્ટ ઇંગ્રેવિયા લિમિટેડ, વિલાયત દ્વારા શિક્ષણ ક્ષેત્રે ‘જ્યુબિલન્ટ પ્રતિભા પુરસ્કાર 2026’ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા વધારવા સાથે ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમની ભાવિ શૈક્ષણિક યાત્રા માટે જરૂરી સંસાધનો પૂરા પાડવાનો છે.

આ પહેલ અંતર્ગત ધોરણ-6ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શાળા રહાડ, પ્રાથમિક શાળા અરગામા, પ્રાથમિક શાળા વોરાસમની અને પ્રાથમિક શાળા ભેરસમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષાના આધારે કુલ 20 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા દરેક વિદ્યાર્થીને ‘માઇન્ડસ્પાર્ક’થી સજ્જ લેનોવો ટેબ્લેટ આપવામાં આવ્યો છે. માઇન્ડસ્પાર્ક AI આધારિત અનુકૂલનશીલ શિક્ષણ પ્લેટફોર્મ છે, જે વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાત મુજબ વ્યક્તિગત શિક્ષણ અનુભવ પ્રદાન કરે છે. આ પહેલનો લાભ પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને આગામી ત્રણ વર્ષ સુધી મળશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ માપવા માટે પૂર્વ અને પોસ્ટ મૂલ્યાંકન પણ કરવામાં આવશે

કાર્યક્રમમાં જુબિલન્ટ ઇંગ્રેવિયા લિમિટેડના સાઇટ હેડ (વિલાયત) ગુરીશ ખોસલા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા ડિજિટલ શિક્ષણ દ્વારા મળતી તકોનો મહત્તમ ઉપયોગ કરી શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પી.આર. હેડ ધરમ પંડ્યા તથા એડમિન એન્ડ સિક્યોરિટી હેડ ઇન્દર શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર પહેલના આયોજન અને સંકલનમાં સી.એસ.આર. હેડ અજય દગે, ધ્વનિ અરોરા, મુહાફિઝ દેસાઈ અને મુસ્કાન રાજની મહત્વની ભૂમિકા રહી હતી. શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને જુબિલન્ટ ભારતીયા ફાઉન્ડેશનની ટીમના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.

શિક્ષક દિવસને ધ્યાનમાં રાખીને જુબિલન્ટ ભારતીયા ફાઉન્ડેશન દ્વારા શિક્ષકોના અમૂલ્ય યોગદાનને બિરદાવવા વિશેષ ઉજવણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષકોનું ઉષ્માભર્યું સ્વાગત કરી વિદ્યાર્થીઓના જીવન અને ભવિષ્યના ઘડતરમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ભાષણો અને વિવિધ પ્રશંસા પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. શિક્ષકોના સમર્પણ, પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓના શિક્ષણ તથા વિકાસમાં સતત યોગદાન બદલ તેમને ભેટ તથા માન્યતા પ્રમાણપત્રો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સહભાગી હિસ્સેદારોનો તેમની સક્રિય ભાગીદારી અને સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
📲Get App