अपराध
અમરેલી: લીલીયાના આંબા ગામ નજીક ગેરકાયદે ખનન પર કાર્યવાહી, 2 ડમ્પર અને JCB જપ્ત
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામની સીમમાં ખાણ-ખનીજ વિભાગે ગેરકાયદે ખનન કરતા બે ડમ્પર અને એક જેસીબી મશીન જપ્ત કર્યું છે. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાનું ખનિજ પણ સીઝ કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામની સીમમાં આજે સવારે ખાણ-ખનીજ વિભાગે ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી કરી છે. લાંબા સમયથી આ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે ખનન ચાલતું હોવાની ફરિયાદોના આધારે, ખાણ-ખનીજ વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે અચાનક દરોડો પાડીને આ કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડા દરમિયાન, વિભાગને ખનિજ ભરેલા 2 ડમ્પર અને 1 જેસીબી મશીન સ્થળ પરથી મળી આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, વગર પરમિશને ખનન કરીને સરકારી ખનિજ સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાનું ખનિજ સીઝ કરવામાં આવ્યું છે.
ખાણ-ખનીજ વિભાગની આ કાર્યવાહી બાદ ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં, જપ્ત કરાયેલા બંને ડમ્પરને ધારી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.