🔥 ट्रेंडिंग टीएमसी के ममता समूह ने फुटबॉल खिलाड़ी... जमुई में उत्पीड़न मामले में तीन गिरफ्त... बिहार उत्पीड़न मामले में तीन गिरफ्तार,... बिहार मंत्री ने 'अलग‑थलग घटनाएं होती ह... महाराष्ट्र डिस्कॉम ने ओरियाना पावर को... महाराष्ट्र एफडीए ने सुलेमान उस्मान मिठ...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંબા ગામમાં આશરે 2 વર્ષનો દીપડો પાંજરામાં પકડાયો
स्थानीय

સાંબા ગામમાં આશરે 2 વર્ષનો દીપડો પાંજરામાં પકડાયો

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 12 सित. 2026, 12:32 PM 👁 40
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહુવા અને અંબિકા પંથકના ગ્રામ વિસ્તારોમાં માનવ વસાહતોની નજીક વધતા વન્યજીવોના આંટાફેરા વચ્ચે, સાંબા ગામમાં 2 વર્ષનો દીપડો પાંજરામાં પકડાયો.

સાંબા ગામના વાણિયા ફળિયા નજીક છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવર નોંધાઈ રહી હતી, જેના કારણે ગામમાં ભારે ભયનો માહોલ સર્જાયો. ગામના યુવા સરપંચ પિયુષભાઈ પટેલે વન વિભાગને લેખિત જાણ કરી પાંજરું મૂકવાની વિનંતી કરી, જેથી પ્રાણીને સુરક્ષિત રીતે પકડવામાં આવી શકે.

વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી, વાણિયા ફળિયામાં મરણ સાથે પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવ્યું. રાત્રિના અંધકારમાં શિકારની લાલચમાં દીપડો પાંજરામાં આવતાં ગ્રામજનોને હાશકારો અનુભવાયો.

ઘટનાની જાણ થતા જ વન વિભાગનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને દીપડાને સલામત રીતે રેસ્ક્યુ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી. પ્રાણીને તાત્કાલિક તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યું અને તેના નિવાસ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી.

દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર પુષ્કળ હોવાથી દીપડાઓને કુદરતી જંગલ સમજી વસવાટ કરે છે. શેરડી કટીંગની સિઝન નજીક આવતાં માનવ-દીપડા વચ્ચે ઘર્ષણની શક્યતા વધે છે, તેથી આસપાસના સીમ વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ અને કેમેરા ટ્રેપ ગોઠવવાની જરૂરિયાત છે.
📲Get App