🔥 TRENDING IGN India Unveils Official Trailer for... Rohit Pawar Visits Akkalkot, Pays Homa... Karnataka Claims 31% Ethanol in Petrol... CM Yogi Adityanath Unveils Ayodhya’s R... Sanjay Nishad warns BJP against betray... Yogi Adityanath Rebukes Owaisi Over 'A...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હારીજમાં જલિયાણ ગ્રુપની માનવતાની દિવાળી: 2 હજારથી વધુ શ્રમજીવી પરિવારોને મીઠાઈ અને સ્ટીલની ડિશનું વિતરણ

✍️ Reporter: Chauhan Sahdevsinh Balvantsinh 🗓 08 Nov 2026, 12:50 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળીના પર્વે જલિયાણ ગ્રુપ દ્વારા હારીજના 2 હજારથી વધુ શ્રમજીવી પરિવારોને મીઠાઈ અને સ્ટીલની ચાર ખાનાવાળી ડિશના સેટનું વિતરણ કરવાનું સેવાકાર્ય હાથ ધરાયું. જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર ખુશી લાવવાનો સરાહનીય પ્રયાસ.

હારીજ જલિયાણ ગ્રુપની સેવા અને માનવતાની દિવાળી

દિવાળી પર્વે જલિયાણ ગ્રુપ દ્વારા હારીજ નગર મા 2 હજાર ઉપરાંત શ્રમજીવી પરિવારોને મીઠાઈ તથા સ્ટીલની ડિશના સેટનું વિતરણ, કરાયું

જલિયાણ ગ્રુપ હરહંમેશ જરૂરિયાત પરિવારોની સેવામાં અગ્રેસર રહ્યું છે એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી બનવાનું પર્વ. આ પર્વની સાચી ઉજવણી કેવી હોય તેનું ઉત્તમ ઉદાહરણ જલિયાણ ગ્રુપ પરિવાર, હારીજ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. સેવા અને માનવતાથી દિવાળી પર્વે જલિયાણ ગ્રુપ દ્વારા હારીજ નગર મા 2 હજાર ઉપરાંત શ્રમજીવી પરિવારોને મીઠાઈ તથા સ્ટીલની ડિશના સેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ધનતેરસના પાવન દિવસે વાદી વસાહત અને ઇન્દિરા નગરમાં તમામ પરિવારોને કિટો આપવામાં આવી છે આગામી બે દિવસમાં તમામ શ્રમજીવી પરિવારોને ઘેર ઘેર જઇ મીઠાઈ અને સ્ટીલ ની 4 ખાના વાળી ડિસો આપી દિવાળી પર્વ ઉજવીને જલિયાણ ગ્રુપે સમાજને એક નવો સંદેશ આપ્યો છે.
આ સેવાકીય કાર્યમાં જલિયાણ ગ્રુપ પરિવારના નિલેશભાઈ ઠકકર, મિતેશભાઈ અને શૈલેષભાઈ,ના પિતાશ્રી સ્વર્ગસ્થ ફરશુરામ ડાહ્યાલાલ ઠક્કરના સ્મરણાર્થે તેમના પૌત્રો યુવરાજભાઈ, બ્રિજેશભાઈ ,વર્ધિલાલઠકકર ,ધર્મેશભાઈ ઠકકર,સહિત સમગ્ર સેવાભાવી જલીયાણ ગ્રુપ ટીમે ઉત્સાહપૂર્વક હાજર રહી કીટ વિતરણ કર્યું હતું. ભાગ લીધો હતો. હિન્દુ જાગરણ મંચ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ના અગ્રણી સેસન્સ કોર્ટ ના સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા તમામ શ્રમજીવી પરીવારોમાં આનંદ છવાયો હતો
📲Get App