Crime
રાજકોટ: 2 વર્ષની બાળકીની હત્યામાં માતા જ ગુનેગાર, પિયરમાં રહેતી મહિલાએ કર્યા ચોંકાવનારા ખુલાસા
રાજકોટમાં 2 વર્ષ 4 મહિનાની બાળકીના શંકાસ્પદ મોત બાદ પોલીસે તપાસ તેજ બનાવી હતી. આખરે, બાળકીની માતાએ જ તેને પાંચમા માળેથી ફેંકી દઈ હત્યા કર્યાની કબૂલાત કરતા ચકચાર મચી ગઈ છે.
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલી શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં 2 વર્ષ 4 મહિનાની માસૂમ બાળકીના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગત 12 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં બાળકી પાંચમા માળેથી નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. શરૂઆતમાં માતા દ્વારા આ ઘટનાને અકસ્માત ગણાવવામાં આવી હતી અને કોઈ અજાણી વ્યક્તિએ બાળકીને ફેંકી દીધી હોવાની વાત કરવામાં આવી હતી.
પરંતુ ઘટનાસ્થળે 4 ફૂટ ઊંચી દિવાલ હોવાથી 2 વર્ષની બાળકી જાતે પડી જાય એ શક્ય નથી, તેવી શંકા પરિવારજનોને જતાં પોલીસે તપાસ તેજ બનાવી હતી. બી-ડિવિઝન પોલીસના PI જી.આર. ચૌહાણ અને ટીમ દ્વારા 12 થી 14 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. સોસાયટીના CCTV કેમેરામાં રેકોર્ડિંગ ન મળતા તપાસ પડકારજનક બની હતી.
પોલીસની સઘન પૂછપરછ બાદ માતા પૂનમબેન સાકરીયાએ જ પોતાની દીકરી સ્નેહલને પાંચમા માળેથી ફેંકી દીધાની કબૂલાત કરી હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મહિલા પતિ સાથે ઝઘડા બાદ પિયરમાં રહેતી હતી અને બીજા લગ્નમાં બાળકી અડચણરૂપ બનતી હોવાથી આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે. જો કે પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ ચાલુ છે.
હાલ પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.