🔥 TRENDING Fans Praise Intensity of Pakistan-Indi... श्रीगंगानगर के सीमावर्ती गांवों में 35... 32 દેશોના નિરીક્ષકોએ ગુજરાતની મુલાકાત... अलीगंज हनुमान मंदिर में महाप्रसाद वितर... Kumkum Mohod Sets Sights on Olympic Ar... Ekta Kapoor’s Early 2000s Dramas Redef...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા: કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરતા એક ઝડપાયો,2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 03 Oct 2026, 06:34 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના આંજણી ગામે કપાસના વાવેતરની આડમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરનાર એક ઈસમને SOG પોલીસે 401.730 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ ગાંજાનો જથ્થો અંદાજે 2 કરોડ 86 લાખ 500 રૂપિયાથી વધુ કિંમતનો છે..

સાબરકાંઠાના-:
પોશીના તાલુકાના આંજણી ગામે કપાસના વાવેતરની આડમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવતું હોવાની બાતમી SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) પોલીસને મળી હતી.આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી શ્રવણભાઇ હાંસાભાઇ ગમાર નામના ઈસમને તેના ખેતરમાંથી ઝડપી પાડ્યો હતો.પોલીસ તપાસ દરમિયાન કપાસના પાકની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું.પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 401.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો,જેની અંદાજિત કિંમત રૂપિયા 2,00,86,500/- (બે કરોડ, છ્યાસી હજાર પાંચસો રૂપિયા) આંકવામાં આવી છે.આટલા મોટા જથ્થામાં ગાંજાનું વાવેતર અને વેચાણ થતું હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.પોલીસે આ મુદ્દામાલ કબજે કરી આરોપી શ્રવણભાઇ હાંસાભાઇ ગમાર વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

આ સમગ્ર કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ SOG સાબરકાંઠાના પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ.એમ.વાળાના નેતૃત્વમાં પાર પાડવામાં આવી હતી.પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.યુ.ચૌધરી અને પી.એમ.ઝાલાની રાહબરી હેઠળ SOG સ્ટાફે બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ખાતરી કર્યા બાદ આ દરોડો પાડ્યો હતો. પોલીસે આરોપી શ્રવણભાઇ હાંસાભાઇ ગમારને પોશીના પોલીસ સ્ટેશન ખાતે સુપરત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગાંજાના વાવેતરમાં અન્ય કોઈ ઈસમો પણ સામેલ હોવાની શક્યતા જણાઈ રહી છે. પોલીસે મણાભાઇ ભોમાભાઇ ગમાર નામના અન્ય એક આરોપીને પણ વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપી પાડવા માટે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ.એમ.વાળા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.યુ.ચૌધરી,એસ.ઓ.જી.,પી.એમ.ઝાલા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ,મનુભાઈ,હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર,વિક્રમસિંહ સોલંકી,વિક્રમસિંહ પરમાર,પ્રકાશકુમાર,હરપાલસિંહ,ઝાહિદહુસૈન,કલ્પેશકુમાર,પોલીસ કોન્સ્ટેબલ અતુલસિંહ,ગોપાલભાઇ,અનિરૂધ્ધસિંહ,કરણસિંહ,દિપકસિંહ,ટેક્નિકલ સર્વેલન્સ સચિન,ડી સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દશરથભાઇ.આ કાર્યવાહીમાં SOG સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
📲Get App