🔥 ट्रेंडिंग અમદાવાદમાં મહેસૂલી અધિકારીઓની પ્રગતિ સ... અમરેલીના ધારી ગીર પૂર્વ ગીરમાં ગાંડી ગ... मारपीट का वीडियो वायरल બગોદરા મેમર ગામમાં 20 વર્ષીય યુવકની અર... સંતરામપુરના સાગાવાડા ગામમાં જુગારમાં પ... બગોદરા માં બે જૂથો વચ્ચે ગાડી કાઢવા સં...
06 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરત અડાજણમાં પોલીસની 2 મિનિટ 10 સેકન્ડની ઝડપી કાર્યવાહીથી મહિલા જીવન બચાવી

✍️ रिपोर्टर: Bharatbhai vekariya 🗓 04 सित. 2026, 08:48 PM 👁 6
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડી રાત્રે 12:49 વાગ્યે સુરત અડાજણમાં બંધ મકાનમાં મહિલા નિષ્ક્રિય મળી, પોલીસએ 2 મિનિટ 10 સેકન્ડમાં સ્થળ પર પહોંચી CPR દ્વારા જીવન બચાવ્યું.

સુરત પોલીસની પ્રશંસનીય અને માનવીય કામગીરી: મોડી રાત્રે માત્ર 2 મિનિટ 10 સેકન્ડમાં પહોંચી અડાજણ પોલીસે મહિલાનો જીવ બચાવ્યો.

ઘટનાની વિગતો: 12:49 વાગ્યે કંટ્રોલ રૂમ મારફતે અડાજણ PCR-56 વાનને માહિતી મળી કે બંધ મકાનમાં મહિલા કોઈ પ્રતિસાદ આપી રહી નથી. પોલીસ ટીમે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર સ્થળ પર પહોંચી તપાસ કરી.

બારીમાંથી જોતાં મહિલા ગંભીર હાલતમાં જણાતાં હેડ કોન્સ્ટેબલ જયંતિલાલ રાઠોડ અને ટીમે તાત્કાલિક દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો. કોન્સ્ટેબલ સાગરભાઈએ જરાય વિલંબ કર્યા વગર મહિલાને નીચે ઉતારી તાત્કાલિક સ્થળ પર જ CPR અને પ્રાથમિક સારવાર આપી.

પછી 108 મારફતે હોસ્પિટલ ખસેડાતાં મહિલાનો જીવ બચી ગયો. પોલીસ જવાનોની આવી ત્વરિત અને જીવનરક્ષક કામગીરીને સલામ.

સુરત પોલીસની આ સરાહનીય કામગીરીને વધાવવા પોસ્ટ શેર કરો અને પોલીસ જવાનોની આ સમયસૂચક કામગીરી માટે અભિનંદન પાઠવો.
📲Get App