🔥 TRENDING હિંમતનગરમાં અંબિકા મિત્ર મંડળે બાળકોએ... वाराणसी के कैंट थाना में चोरी के दो अभ... ग्रामीण रुग्णालय टोकावडे येथे दसरा निम... Balaghat Dussehra: Ravana effigy ignit... Damoh Well Tragedy: Mother and Two Chi... Harsha Richharia slams Digvijay Singh'...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભચાઉમાં બોલેરો પિક અપ ડમ્પર સાથે અથડાઈ પલટી: બે બાળકોનાં મોત, 19 ઘાયલ

✍️ Reporter: ODIYAN 🗓 20 Oct 2026, 09:49 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભચાઉ નજીક કકરવા ખારોઈ રોડ પર ડમ્પર સાથે અથડાતાં ખેતમજૂરી માટે જતાં આહીર પરિવારના સભ્યોને લઈને જતાં બોલેરો પિક અપને પલટી ખાઈ હતી. આ દુર્ઘટનામાં બે બાળકોનાં મોત થયાં છે અને 19 લોકો ઘાયલ થયાં છે.

ભચાઉ નજીક કકરવા ખારોઈ રોડ પર બપોરે એકાદ વાગ્યાના અરસામાં ભયાનક સડક દુર્ઘટના ઘટી હતી. ખેતમજૂરી કરવા માટે બાળકો સાથે પિક અપ ડાલામાં બેસીને કચ્છ આવતાં હતાં આહીર પરિવારના સભ્યોને ડમ્પરની સાઈડ સાથે ટક્કર થતાં પલટી ખાઈ હતી. આ દુર્ઘટનામાં બે બાળકોનાં મોત થયાં છે, જ્યારે 6 બાળકો સહિત 19 લોકો ઘાયલ થયાં છે.

પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ, ઘાયલ પિક અપ ડાલુ રોડની નીચે ઉતરીને ઝાડ સાથે ટકરાયું હતું. સંભવતઃ પિક અપ ડાલાની ઝડપ ઘણી હોવાથી ઝાડ સાથે ટકરાયાં બાદ પલટી ખાઈને બાવળની ઝાડીમાં પચાસ મીટર સુધી ઢસડાયું હતું. આ ઘટનાની અસર હજુ વિસરાઈ નથી ત્યાં જ ભચાઉમાં આ નવી દુર્ઘટના ઘટી છે.

દુર્ઘટનામાં ક્રિષ્નાબેન જીવણભાઈ આહીર (15) અને મયંક વિરમભાઈ આહીર (6) નામના બે બાળકોનાં મોત થયાં છે. ઘાયલોને સારવાર માટે ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલ અને આદિપુરની ડિવાઈન લાઈફ હોસ્પિટલમાં ખસેડાયાં છે. ઘાયલોમાં 12 સ્ત્રી અને 8 પુરુષનો સમાવેશ થાય છે.

ઘાયલોમાં આશાબેન નાકદાર આહીર (25), લાખુબેન નાકદાર આહીર (22), લાખુબેન સવાભાઈ આહીર (30), સરીયાબેન કાનાભાઈ આહીર, પમીબેન વિરમભાઈ આહીર (28), અંજલિ ભચુભાઈ આહીર (8), જયશ્રીબેન શનાભાઈ બકુત્રા (17), જીગર લાખાભાઈ આયર (15), સોનાબેન પોપાભાઈ આહીર (24), જયદીપ કાનાભાઈ આહીર (7), જયશ્રીબેન દામાભાઈ આહીર (18), આરતીબેન જીવણભાઈ આહીર (17), ડાલાભાઈ અરજણભાઈ આહીર (35), મણિબેન ડાલાભાઈ આહીર (32), નયન ડાલાભાઈ આહીર (1), ભાવેશ સવાભાઈ આહીર (7), જનક નયનભાઈ આહીર (9), દેવ આહીર (4) અને જાનકીબેન બચાભાઈ આહીર (15)નો સમાવેશ થાય છે.
📲Get App