🔥 TRENDING Tamil Nadu police solve Madurai Tanish... Congress slams Madhya Pradesh govt ove... TMC MP Abhishek Banerjee Criticises Ju... સુરેન્દ્રસિંહ કલોરીયા ના પુત્રનું જન્મ... West Bengal Increases Contractual Panc... West Bengal Refines Draft Startup Poli...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જૂનાગઢ પરિક્રમામાં જનારા લોકો માટે રેલવેનો નિર્ણય, 18થી 26 નવેમ્બર સુધી રાજકોટથી 2 જોડી સ્પેશિયલ ટ્રેન દોડશે

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 18 Nov 2026, 01:11 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢમાં યોજાનાર પરિક્રમા મેળામાં ઉમટનાર મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને જૂનાગઢ વચ્ચે બે જોડી મેળા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 18થી 26 નવેમ્બર, 2026 દરમિયાન નિર્ધારિત દિવસોમાં દોડનારી આ બંને જોડી ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે, જેથી હજારો શ્રદ્ધાળુઓ અને મુસાફરોને સીધી સુવિધા મળશે.
પ્રથમ જોડી ટ્રેન નંબર 09604/09603 રાજકોટ-જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ

સમયપત્રક: ટ્રેન નંબર 09604 રાજકોટથી સવારે 10:25 વાગ્યે ઉપડીને બપોરે 13:00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વળતામાં ટ્રેન નંબર 09603 જૂનાગઢથી બપોરે 13:40 વાગ્યે ઉપડીને સાંજે 17:05 વાગ્યે રાજકોટ પરત ફરશે.
-સંચાલનના દિવસો: આ ટ્રેન 18થી 26 નવેમ્બર, 2026 સુધી દરરોજ દોડશે (20 અને 24 નવેમ્બર સિવાય).
બીજી જોડી ટ્રેન નંબર 09606/09605 રાજકોટ-જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ

સમયપત્રક: ટ્રેન નંબર 09606 રાજકોટથી રાત્રે 23:30 વાગ્યે ઉપડીને બીજા દિવસે મધ્યરાત્રિએ 02:45 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વળતામાં ટ્રેન નંબર 09605 જૂનાગઢથી સવારે 04:25 વાગ્યે ઉપડીને સવારે 06:55 વાગ્યે રાજકોટ પહોંચશે.
સંચાલનના દિવસો: આ ટ્રેન 18થી 26 નવેમ્બર, 2026 સુધી દરરોજ દોડશે (19 અને 23 નવેમ્બર સિવાય).
કયા સ્ટેશનો પર સ્ટોપેજ મળશે

રાજકોટ ડિવિઝનના પ્રબંધકના જણાવ્યા અનુસાર, આ બંને જોડી ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર રોકાશે. આ તમામ ટ્રેનો અનરિઝર્વ્ડ હોવાથી મુસાફરો સામાન્ય ટિકિટ લઈને સરળતાથી મુસાફરી કરી શકશે.
📲Get App