Local
કડી પોલીસે રિક્ષા અને લોખંડ ફર્મા ચોરી ગેંગના બે ઇસમોને પકડી પાડ્યા, 1.8 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં રિક્ષા અને લોખંડ ફર્મા ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને કુલ 1.8 લાખનો મુદ્દામાલ જપ્ત થયો.
મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત કડી પોલીસે સફળ કામગીરી કરીને રિક્ષા તથા લોખંડના ફર્માની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસ ટીમે ગાંધીનગર રેન્જ આઇ.જી. વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ કડી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારીના માર્ગદર્શન હેઠળ કડી પો.સ.ઇ. આર.બી. દવે તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે બોરીસણાથી ફુલેત્રા રોડ ઉપર નવી બનતી ‘નોવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક’માંથી લોખંડના ફર્માની ચોરી કરતા બે ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા.
પકડાયેલા બંને ઇસમોની કડી પોલીસ મથકે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા તેઓએ કબૂલાત કરી હતી કે, તા. 31/08/2026ના રોજ બોરીસણા-થોળ રોડ પરથી તેઓએ એક ઓટો રિક્ષાની ચોરી કરી હતી. ત્યારબાદ આ ચોરાઉ રિક્ષા લઇને તેઓ નોવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં લોખંડના ફર્મા ચોરી કરવા આવ્યા હતા.
કબ્જે કરેલ મુદ્દામાલ: 1. ઓટો રિક્ષા (રજી. નં. GJ-18-BY-4849) – કિંમત રૂ. 1,50,000/- 2. લોખંડના ફર્મા – કિંમત રૂ. 30,000/- કુલ મુદ્દામાલ: રૂ. 1,80,000/-. અટકાયત કરાયેલ આરોપીઓ: 1. અમરતભાઇ બળદેવભાઇ નનુભાઇ દંતાણી (રહે. બોરીસણા, તા. કડી, જી. મહેસાણા) 2. નઇમખાન મતલુબ કાસમ શેખ (હાલ રહે. જેટ કિંગ ફેબ્રિકેશન, બોરીસણા-ફુલેત્રા રોડ, કડી; મૂળ રહે. અડોલી, જી. બુલંદશહર, ઉત્તર પ્રદેશ) કડી પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS) ની કલમ 303(2) મુજબ રિક્ષા ચોરી અને ફર્મા ચોરીના અલગ-અલગ બે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.