🔥 TRENDING Congress appoints new chiefs for Punja... Danapur Police Raid Hotels, Rescue Ken... Main Shooter Raja Singh Surrenders in... Nepali National Nabbed in Raxaul with... जयपुर पुलिस प्रशासन को सूचना मिलते ही... Fire erupts at Onkareshwar waste dump...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ખેરાલુમાંથી વરલી મટકા જુગાર રમતા બે ઝડપાયા, 17,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 03 Oct 2026, 07:36 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખેરાલુ ટાઉનમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા બે ઇસમોને રોકડા રૂપિયા 10,700, મોબાઇલ અને જુગારના સાધનો મળી કુલ 17,700 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા..

મહેસાણામાં-:
વરલી મટકા જેવા ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા એલસીબી ટીમોને સતત પેટ્રોલિંગ અને આવા કેસો કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ.એમ.કામળીયાના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી.તે દરમિયાન એલસીબી ટીમના ASI જયેશભાઈ માનસંગભાઈ અને PC કલ્પેશકુમાર રામજીભાઈને બાતમી મળી હતી કે ખેરાલુના ખોખરવાડા વિસ્તારમાં રહેતા મહેબુબશા હુસેનશા ફકીર અને નિશારભાઈ યુસુબભાઈ ભટ્ટી પોતાના રહેણાંક મકાનની નજીક ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યા છે.આ બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી..

રેઇડ દરમિયાન પોલીસે મહેબુબશા હુસેનશા ફકીર અને નિશારભાઈ યુસુબભાઈ ભટ્ટીને રોકડા રૂપિયા 10,700, વરલી મટકાના આંકડા લખેલી નોટબુક, એક બોલપેન અને બે મોબાઇલ ફોન મળી કુલ 17,700 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જો કે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ યાશિનહુસૈન ઉર્ફે મનાભાઈ અહેમદભાઈ સિન્ધી અને લાલાજી રમણજી ઠાકોર પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા.પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર થયેલા અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
📲Get App