🔥 TRENDING હિંમતનગરમાં વેપારીઓએ કાળી પટ્ટી પહેરી,... जमामो माता मंदिर में चेन चोरी गिरोह का... ગણદેવીમાં ADIP‑વયોશ્રી યોજનાઓ હેઠળ દિવ... US envoy Sergio Gor meets Shubhanshu S... 11 Cattle Seized in Kokrajhar Anti-Smu... Woman robbed of gold earrings in broad...
07 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહુવામાં 17 વર્ષની સગીરાનું અપહરણ, દુષ્કર્મ અને અશ્લીલ વિડિયો – બે આરોપીઓની ઝડપી ધરપકડ

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 07 Sep 2026, 03:42 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહુવા પોલીસને ફરિયાદ નોંધાયા પછી ગણતરીના કલાકોમાં જ અક્ષય ગોહિલ અને તિલક મહીડાને ધરપકડ કરી, ત્રીજા આરોપી નિકુંજ જોળીયાની શોધખોળ ચાલી રહી છે.

મહુવા શહેરમાં 17 વર્ષ 6 મહિના ઉંમરની સગીરા છ મહિના પહેલા ઘરેથી બહાર નીકળી, નિકુંજ રમેશભાઈ જોળીયા દ્વારા મોટરસાયકલમાં બેસાડીને વાલ્મિકી વસ, મહૂડાના વિસ્તારમાં તિલક શંકરભાઈ મહીડાના ઘરે લઈ જવાઈ. ત્યાં અક્ષય રાજુભાઈ ગોહિલ હાજર હતા અને તેમની સાથે થયેલ દુષ્કર્મનું અશ્લીલ વિડિયો તિલક મહીડાએ બારીમાંથી કૅપ્ચર કર્યું.

વિડિયો થોડા દિવસો પહેલાં મિત્રવર્તુળ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેના કારણે સગીરાની માતાએ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસએ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) અધિનિયમની કલમ 4, 6, 15(2) તેમજ આઈ.ટી. અધિનિયમની કલમ 67 હેઠળ ગુનો નોંધ્યો.

મહુવા DySP એમ.બી. નકુમના માર્ગદર્શન હેઠળ ટાઉન PI એચ.કે. સોલંકી અને સ્ટાફે તાત્કાલિક એક્શન પ્લાન બનાવી, ગણતરીના કલાકોમાં જ અક્ષય ગોહિલ અને તિલક મહીડાને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. ત્રીજા આરોપી નિકુંજ રમેશભાઈ જોળીયાની ધરપકડ માટે અલગ ટીમો રચી શોધખોળ તેજ કરી રહી છે.

પોલીસ સાયબર સેલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે પીડિતની ઓળખ પ્રગટ કરવી, અશ્લીલ વિડિયો શેર કરવો અથવા પ્રસારિત કરવું કાયદેસર રીતે સજાપાત્ર છે અને આવા કૃત્યો સામે કડક પગલાં લેવામાં આવશે.
📲Get App