Local
સુરત: અબ્રામામાં 1696 કિલો નકલી ઘી જપ્ત, 18.21 લાખનો મુદ્દામાલ કબજે
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે અબ્રામા વિસ્તારમાં 1696 કિલો નકલી ઘી અને 18.21 લાખ રૂપિયા મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે અબ્રામા વિસ્તારમાં માધવ કેમ્પસના ગોડાઉન નં. 18 માં ચાલતી શંકાસ્પદ નકલી ઘી બનાવતી ફેક્ટરીનો સંયુક્ત દરોડો પાડી પર્દાફાશ કર્યો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ સોયાબીન તેલ, વનસ્પતિ ડાલડા ઘી અને આર્ટિફિશિયલ ફ્લેવરનું મિશ્રણ કરીને તેને શુદ્ધ ઘીના નામે પેક કરતા હતા.
પોલીસે સ્થળ પરથી 1696 કિલો શંકાસ્પદ ઘી અને 18.21 લાખ રૂપિયા મૂલ્યનો મુદ્દામાલ કબજે કર્યો અને ત્રણ આરોપીઓને અટકાયત કરી: સન્ની કલ્પેશભાઈ મોદી, કિશનભાઈ મનોજભાઈ મોદી અને કલ્પેશભાઈ સુંદરલાલ મોદી, જે બધા બનાસકાંઠા જિલ્લાના ડીસાના વતની અને હાલ સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે.
ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું કે તહેવારોમાં ઘીની માંગ વધતા કેટલાક તત્વો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે અને આવી ભેળસેળીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. છેલ્લા એક મહિનામાં સુરતના સચિન GIDC, કામરેજ અને જોળવા વિસ્તારમાંથી પણ હજારો કિલો નકલી ઘી પકડાયું છે, જે દર્શાવે છે કે સુરત ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું હબ બની રહ્યું છે.