🔥 ट्रेंडिंग मेघालय में 5 साल में मातृ मृत्यु में 5... त्रिपुरा पुलिस ने तेलियामुड़ा में नाबा... पश्चिम त्रिपुरा में ग्राम समिति चुनाव... त्रिपुरा के सीएम मनिक साहा ने सरकारी अ... हिमाचल में गूलेर किले के पुनरुद्धार के... मनिपुर के सीएम बिरेन सिंह ने टैमेंग्लो...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
થાનગઢ પોલીસે સરોડી ગામમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો : રૂ. 1.68 લાખનો વિદેશી દારૂ અને ₹4 લાખની કાર જપ્ત
देश

થાનગઢ પોલીસે સરોડી ગામમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો : રૂ. 1.68 લાખનો વિદેશી દારૂ અને ₹4 લાખની કાર જપ્ત

✍️ रिपोर्टर: Divyarajbhai khachar 🗓 22 जुल. 2026, 11:40 AM 👁 109
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
થાનગઢ પોલીસે સરોડી ગામમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો : રૂ. 1.68 લાખનો વિદેશી દારૂ અને ₹4 લાખની કાર જપ્ત


થાનગઢ પોલીસે બાતમીના આધારે સરોડી ગામમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે. પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે, તા. 21 જુલાઈ, 2026ના રોજ સરોડી ગામમાં ચંદુભાઈ વશરામભાઈ પટેલના રહેણાંક મકાન નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં પડેલી મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર (રજી. નં. GJ-03-PA-9960)ની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન કારમાંથી ROYAL CHALLENGE GOLD WHISKYની 20 પેટી મળી આવી હતી, જેમાં કુલ 960 નાની (180 મિ.લી.) બોટલો હતી. આ દારૂની કિંમત અંદાજે ₹1.68 લાખ આંકવામાં આવી છે.
પોલીસે દારૂ ઉપરાંત આશરે ₹4 લાખ કિંમતની સ્વિફ્ટ કાર અને તેમાં રહેલા વિવિધ દસ્તાવેજો કબજે કર્યા છે. આમ, કુલ ₹5.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કારની તપાસ દરમિયાન કમલેશભાઈ ભુપેન્દ્રભાઈ ચાવડાના નામના પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, વિવિધ બેન્કોના ડેબિટ-ક્રેડિટ કાર્ડ તેમજ અન્ય દસ્તાવેજો પણ મળી આવ્યા હતા, જેને વધુ તપાસ માટે કબજે લેવામાં આવ્યા છે.
આ અંગે એએસઆઈ જાગૃતિબા સુરજસિંહ જાડેજાની ફરિયાદના આધારે કારના ચાલક તથા તપાસમાં ખુલનારા અન્ય આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 65(ઈ), 116(બી) અને 98(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી થાનગઢ પોલીસ સ્ટેશનના PSI એમ.ટી. ગઢવીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં કોણ-કોણ સંડોવાયેલ છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
📲Get App