🔥 TRENDING पचपेड़वा के बसंतपुर में चक्की की दुकान... *रांची//‘केंद्र योजनाएं देने को तैयार,... Andy Lee Marries Rebecca Harding in In... Rashmika Mandanna Adopts 400 Families... Allu Expresses Admiration for Kollywoo... Vijay Deverakonda Announces Return wit...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજકોટ: સોની કર્મચારીની હત્યા કરી 1.65 કરોડના સોના-ચાંદીની લૂંટ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 15 Oct 2026, 03:54 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટના આજી GIDC વિસ્તારમાં ધોળા દિવસે 'તન્વી ગોલ્ડ' પેઢીના કર્મચારી પાસેથી 1.65 કરોડ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાંની લૂંટ કરવા જતા કર્મચારીની ગોળી મારી હત્યા કરવામાં આવી. આ ઘટનાથી સમગ્ર સોની બજારમાં રોષ ફેલાયો છે.

રાજકોટ શહેરમાં તહેવારોની ઉજવણી વચ્ચે કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક સનસનીખેજ ઘટના બની છે. શહેરના આજી GIDC વિસ્તારમાં ધોળા દિવસે એક સોની કર્મચારીની ગોળી મારી હત્યા કરી 1.65 કરોડ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાંની લૂંટ કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર સોની બજારમાં ભયનો માહોલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર, 'તન્વી ગોલ્ડ' નામની પેઢીનો કર્મચારી લાલજીભાઈ લવજીભાઈ સરધારા બપોરના સમયે આશરે 1 કિલો સોનું અને 3 કિલો ચાંદી, જેની કિંમત આશરે 1.60 થી 1.65 કરોડ રૂપિયા થાય છે, તે એક્ટિવા પર લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન કારમાં આવેલા 3 થી 4 અજાણ્યા લૂંટારુઓએ તેમને આંતરીને સોના-ચાંદી ભરેલો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. કર્મચારીએ પ્રતિકાર કરતા લૂંટારુઓએ તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં એક ગોળી તેમની છાતીમાં વાગી હતી. ગંભીર રીતે ઘાયલ લાલજીભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, JCP અને DCP હેતલ પટેલ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો, ક્રાઈમ બ્રાન્ચ અને FSL ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનાસ્થળ પરથી એક કારતૂસ મળી આવ્યું છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ કબજે કરી શહેર બહાર જતા તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ નિર્દય હત્યા અને લૂંટથી રાજકોટના સોની વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશન દ્વારા મૃતકને શ્રદ્ધાંજલિ અને વિરોધ સ્વરૂપે સવારે 9 થી 12 વાગ્યા સુધી સોની બજાર, પેલેસ રોડ અને સોના-ચાંદીની તમામ દુકાનો બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. વેપારીઓએ ગૃહમંત્રીને સુરક્ષા વધારવા માટે ઉગ્ર રજૂઆત કરી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
📲Get App