🔥 ट्रेंडिंग सत्यापन: मोहन भगवत ने कभी नहीं कहा कि... Microsoft 365 आउटेज: Outlook और Teams... ABB इंडिया ने Q2 में EBITDA ₹5.52 बिलि... भारत में बढ़ती डायबिटिक रेटिनोपैथी की... पूर्व चेन्नई पुलिस कमिश्नर अरुण और छह... गोवा पुलिस ने बहु-राज्य साइबर धोखाधड़ी...
14 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
मौसम

16 નવેમ્બરે ત્રાટકશે વધુ એક ભયાનક વાવાઝોડું! આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

✍️ रिपोर्टर: sutariya kalpeshbhai haribhai 🗓 14 नव. 2026, 04:32 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બંગાળની ખાડીમાં ફરી એકવાર હવામાન પલટાતા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર સર્જાયેલું લો પ્રેશર 14 નવેમ્બરે વધુ મજબૂત બનીને 15 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. ત્યારબાદ આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધીને 16 નવેમ્બરની સાંજ આસપાસ મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાનું રૂપ ધારણ કરશે. છેલ્લા કેટલાક દિવસોમાં ત્રાટકનારું આ ત્રીજું વાવાઝોડું બની રહેશે, જેની અસરથી દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઓડિશા સહિતના રાજ્યોમાં મુશળધાર વરસાદ પડશે. દક્ષિણ ભારતની સ્થિતિ જોઈએ તો 13થી 15 નવેમ્બર અને 16થી 19 નવેમ્બર દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વરસાદ વરસશે. આ ઉપરાંત 13થી 15 નવેમ્બર વચ્ચે કેરળ અને માહેમાં, 13થી 19 નવેમ્બર દરમિયાન લક્ષદ્વીપમાં તેમજ 14થી 19 નવેમ્બર સુધી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યનમ અને રાયલસીમામાં મેઘમહેર થશે. ખાસ કરીને 15 નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં તથા 16થી 19 નવેમ્બર દરમિયાન કેરળ અને માહેમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે 18 અને 19 નવેમ્બરે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં ભારે વરસાદ ખાબકશે.

પૂર્વ ભારત અને ટાપુ વિસ્તારોમાં તોફાની પવન સાથે એલર્ટ

પૂર્વ ભારતના હવામાન અંગે વિભાગે જણાવ્યું છે કે, 13થી 19 નવેમ્બર દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વ્યાપકથી લઈને ભારે વરસાદ પડશે, જેમાં 13થી 16 નવેમ્બર વચ્ચે વરસાદનું જોર વધુ રહેશે. અહીં 13થી 17 નવેમ્બર દરમિયાન ગાજવીજ, વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદ વરસશે, જ્યારે 18 અને 19 નવેમ્બરે પણ તેજ પવન ફૂંકાવાનું ચાલુ રહેશે. આ સાથે જ 18 અને 19 નવેમ્બર દરમિયાન ગંગાના મેદાની પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદ પડશે, જેમાંથી ઓડિશામાં આ બંને દિવસોમાં ભારે વરસાદ અને 19 નવેમ્બરે ગંગાના મેદાની પશ્ચિમ બંગાળમાં તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર-પશ્ચિમ ભારતમાં પણ વરસાદી માહોલ જામશે

ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે. 13 નવેમ્બરે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વ્યાપક વરસાદ પડશે, જ્યારે 14 અને 15 નવેમ્બરે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ તેમજ 13 થી 15 નવેમ્બર દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટોછવાયો વરસાદ નોંધાશે. મેદાની વિસ્તારોની વાત કરીએ તો 13 અને 14 નવેમ્બરે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 14 અને 15 નવેમ્બર દરમિયાન પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તથા 15 નવેમ્બરે પૂર્વ રાજસ્થાનમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
📲Get App