🔥 TRENDING સુરત ડાયમંડ બુર્સમાં અજગરનું સફળ રેસ્ક... কালীপূজা উপলক্ষে মানবাজার শ্মশান কালী... Kerala tightens fuel checks after Karn... गोरखपुर: गोरखनाथ मंदिर में मुख्यमंत्री... Karnataka approves industrial projects... Coastal Karnataka Lights Up for Deepav...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

તલોદના વક્તાપુર ગામના યુવા ક્રિકેટર શાન ચિંતનભાઈ પટેલને વિજય મર્ચન્ટ ટ્રોફી અંડર-16માં પસંદગી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 09 Nov 2026, 08:45 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં તલોદના વક્તાપુર ગામના યુવા ક્રિકેટર શાન ચિંતનભાઈ પટેલની વિજય મર્ચન્ટ ટ્રોફી અંડર-16માં પસંદગીથી ગામમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ સર્જાયો..

સાબરકાંઠામાં-:
તલોદ તાલુકાના વક્તાપુર ગામ માટે ગૌરવનું સમાચાર આવ્યા છે, જ્યાં યુવા ક્રિકેટર શાન ચિંતનભાઈ પટેલને પ્રતિષ્ઠિત વિજય મર્ચન્ટ ટ્રોફી અંડર-16 માટે પસંદગી મળી છે.નાની ઉંમરથી ક્રિકેટ પ્રત્યેનો લગાવ અને સતત મહેનત દ્વારા શાને આ સિદ્ધિ હાંસલ કરી છે.પસંદગીની જાણ મળતાં જ શાનના પરિવારજનો, સગાંસંબંધીઓ, મિત્રો અને સમગ્ર ગામમાં ખુશીનો માહોલ ફેલાયો..

ગામવાસીઓ અને નજીકના વિસ્તારોના લોકોએ આ સફળતાને ગૌરવની વાત તરીકે સ્વીકાર્યું અને યુવાન ખેલાડીને અભિનંદન પાઠવ્યું.આ પ્રસંગે પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે શાનના નિવાસસ્થાને મુલાકાત લીધી,તેમને શુભેચ્છા પાઠવી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. તેમની મુલાકાત ગામમાં વધુ ઉત્સાહ અને પ્રેરણા જગાવી, જેનાથી યુવાન ખેલાડીઓમાં રમત પ્રત્યેની રસ અને મહેનત વધવાની અપેક્ષા છે.
📲Get App