🔥 ट्रेंडिंग कर्नाटक HC ने पति की गर्लफ्रेंड को पत्... सुप्रीम कोर्ट ने कर्नाटक से तमिलनाडु क... अमेरिकी राजदूत सेर्गियो गोर ने राजस्था... भजन लाल शर्मा के निर्णायक कदम से भाजपा... राजस्थान में युध अभ्यास 2026 में भारत‑... સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંબાજી નજીક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, રૂ. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત
अपराध

અંબાજી નજીક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, રૂ. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ रिपोर्टर: Rajesh vanjara 🗓 04 सित. 2026, 02:12 PM 👁 54
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંબાજી પોલીસે કુંભારિયા ગામમાં દરોડો પાડી એક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની 571 બોટલ-ટીન, મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અંબાજી પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કુંભારિયા ગામમાં એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના કુલ 571 બોટલ-ટીનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલ દારૂ-બિયરની કુલ કિંમત રૂ. 1,46,727 હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત, પોલીસે રૂ. 10,000ની કિંમતનો મોબાઇલ ફોન પણ કબજે કર્યો હતો. આમ, પોલીસે કુલ રૂ. 1,56,727નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કાર્યવાહી કુંભારિયા ગામના 26 વર્ષીય મંધાલભાઈ લસમાનભાઈ અંગારીયાના ઘરે કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App