🔥 TRENDING ଅଧା ରହିଲା ଜଗା ଦର୍ଶନ: ବ୍ୟାରିକେଡ୍ ବାହାରେ... ଗଞ୍ଜାମ ସ୍ଥିତି ମୁକାବିଲା ପାଇଁ ୩୦ ଓଏଏସ ଅଫ... Param Veer (Battle of Gangasagar) open... Veteran Bollywood Director Sanjay Gupt... ଦୁର୍ଘଟଣା ପରେ ଜଣାପଡ଼ିଲା କାହିଁକି ପୁଲିସ୍‌... Sanjay Gupta, Director of 'Kaante' and...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 31 Oct 2026, 11:15 AM 👁 25
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે હિંમતનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને અનેક અધિકારીઓએ ભાગ લીધો..

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે હિંમતનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ટાવર ચોક નજીક આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક સુધી યોજાયેલી એકતા રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા.

રેલીમાં સાંસદ શોભના બારૈયા, ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.તેઓએ ભાગ લેનારાઓને સ્વાગત કર્યું અને કાર્યક્રમની મહત્વતા પર ભાર મૂક્યો.

ઉજવણી દરમિયાન ઉપસ્થિત સૌને રાષ્ટ્રીય એકતાનો શપથ લેવડાવવામાં આવ્યો. શપથમાં દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.

આ કાર્યક્રમ દ્વારા સમુદાયમાં એકતાનો ભાવ મજબૂત થયો અને સરદાર પટેલની વારસો પ્રત્યે ગૌરવની લાગણી વધારી. અધિકારીઓએ આ પ્રકારની પ્રવૃત્તિઓને નિયમિત રીતે ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
📲Get App