🔥 TRENDING Physiotherapy Services Expand Across I... Vijay Sethupathi's 'Baththa' trailer t... Times of India releases official trail... Former Sikkim Chief Minister Rejects D... Massive Mudslide Ravages West Sikkim V... Heavy Rainfall Causes Landslide in Gya...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

લુણાવાડાના વાંસિયા તળાવ ખાતે બપોર સુધીમાં 150થી વધુ ઘરની ગણેશ મૂર્તિઓનું શાંતિપૂર્ણ વિસર્જન

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 25 Sep 2026, 03:10 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડાના વાંસિયા તળાવ ખાતે બપોર સુધીમાં 150થી વધુ ઘરની ગણેશ મૂર્તિઓનું શાંતિપૂર્ણ વિસર્જન

લુણાવાડા, તા. 25 - બપોરે 2:00 કલાક સુધી

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના વાંસિયા તળાવ ખાતે આજે સવારથી શરૂ થયેલો ઘરમાં સ્થાપિત ગણેશ વિસર્જનનો કાર્યક્રમ બપોર સુધીમાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો છે.

બપોર સુધીની સ્થિતિ મુજબ અપડેટ:

સવારે 7:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધીમાં વાંસિયા તળાવ ખાતે અંદાજે 100 થી 150 જેટલી ઘરની નાની-મોટી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. સૌથી વધુ ભીડ સવારે 10 થી બપોરના 2 વાગ્યા દરમિયાન જોવા મળી હતી.

ખાસ કરીને નાના બાળકોમાં ગણેશ વિસર્જનને લઈને ભારે ઉત્સાહ અને ભક્તિ જોવા મળી હતી. બાળકો પોતાના પરિવાર સાથે બાપ્પાને વિદાય આપવા આવ્યા હતા.

લુણાવાડા નગરપાલિકા દ્વારા તળાવ ખાતે ક્રેન અને તરવૈયાઓની ટીમ અને સફાઈ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. વિસર્જન પ્રક્રિયા હજુ સાંજ સુધી ચાલુ રહેશે. તંત્ર દ્વારા ભક્તોને શાંતિ જાળવવા અને તળાવમાં ઉંડા પાણીમાં ન જવા અપીલ કરવામાં આવી છે
📲Get App