🔥 TRENDING ਕਈ ਸਕੂਲਾਂ, ਕਾਲਜਾਂ ਵਿਚ ਛੁੱਟੀ, ਪਰਵਿੰਦਰ ਝ... ભચાઉના કરમરિયા ગામે તળાવમાં ફસાયેલી વા... फारबिसगंज कॉलेज चौक पर अतिक्रमण: बाईपा... પત્નીએ 'ટીબી'નું બહાનું કાઢી પ્રેમી સા... सुमेरपुर में तीन दिवसीय गरबा महोत्सव क... श्रीकांत पाल रायपुर को भाजपा पिछड़ा वर...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં તેજી: 15 કિલોનો ડબ્બો ₹3,080 સુધી પહોંચ્યો
Business

દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં તેજી: 15 કિલોનો ડબ્બો ₹3,080 સુધી પહોંચ્યો

✍️ Reporter: Vikram Pata 🗓 14 Oct 2026, 01:40 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આગામી દિવાળી તહેવાર પહેલા ખાદ્યતેલોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સિંગતેલના ભાવમાં અચાનક ઉછાળો આવતાં ગૃહિણીઓ અને વેપારીઓ ચિંતિત બન્યા છે.

રાજકોટમાં સિંગતેલના ભાવ ₹3,000થી ₹3,080, કપાસિયા તેલ ₹2,620थी ₹2,680 अने पामतेल ₹2,315थी ₹2,320 थया. खोछा વરસાદ અને નવી મગફળીની આવક ન થતાં ભાવમાં સતત વધારો.

દિવાળી સુધી ખાધતેલના ભાવમાં રાહત મળવાની શક્યતા ઓછી.
સિંગતેલના ભાવમાં અણધાર્યો વધારો થયો છે. હાલમાં 15 કિલોના ડબ્બાનો ભાવ ₹3,080 સુધી પહોંચી ગયો છે, જે સામાન્ય માણસના બજેટ પર ભારણ વધારનાર સાબિત થઈ રહ્યો છે. દિવાળી જેવા મોટા તહેવારો નજીક હોવાથી ખાદ્યતેલોની માંગમાં વૃદ્ધિ થવાની શક્યતા છે, ત્યારે ભાવવધારો ચિંતાનો વિષય બન્યો છે.

છૂટક બજારમાં પણ સિંગતેલના ભાવમાં પ્રતિ કિલો ₹20 થી ₹25 સુધીનો વધારો નોંધાયો છે. વેપારીઓનું કહેવું છે કે ઉત્પાદન ઘટવાને કારણે અને અન્ય પરિબળોને લીધે ભાવમાં આટલો મોટો ઉછાળો આવ્યો છે. ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીના ભાવમાં પણ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.

ભાવવધારાને કારણે ગૃહિણીઓ પોતાના બજેટનું પુનરાયોજન કરવા મજબૂર બની છે. દિવાળીમાં અનેક મીઠાઈઓ અને ફરસાણ બનાવવામાં સિંગતેલનો ઉપયોગ થતો હોવાથી, ભાવવધારો ઉત્સવના મૂડને પણ અસર કરી શકે છે. વેપારીઓ પણ આ પરિસ્થિતિને કારણે ચિંતિત છે કારણ કે તેનાથી વેચાણ પર અસર પડી શકે છે.
📲Get App