🔥 TRENDING कमालगंज में श्री गणेश महोत्सव का भव्य... Chhattisgarh High Court Says Recovery... एटा पुलिस ने तमंचे से फायरिंग के वांछि... Chhattisgarh Boiler Blast: Death Toll... Punjab Minister Slams Opposition Over... 26-Year-Old Punjab Pilgrim Dies in 400...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દિપડીની શિકારથી ગામમાં ડર, વન વિભાગે પકડ્યું 1.5 વર્ષનું માદા દિપડી
Local

દિપડીની શિકારથી ગામમાં ડર, વન વિભાગે પકડ્યું 1.5 વર્ષનું માદા દિપડી

✍️ Reporter: Dhaval Maheta 🗓 08 Sep 2026, 11:42 AM 👁 27
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પલસાણા તાલુકાના અમલસાડી ગામમાં એક દિપડી સતત મરઘાંનો શિકાર કરતી રહી, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વધી. વન વિભાગે પાંજરું ગોઠવી દિપડી પકડવામાં સફળતા મેળવી.

દિપડી સતત મરઘાંનો શિકાર કરતી રહી, છેલ્લા એક સપ્તાહથી ગામમાં ચિંતા અને ડરનું માહોલ ફેલાયું હતું.

રિંકેશભાઈ હળપતિએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના સભ્ય પિયુષભાઈ હળપતિને આ અંગે જાણ કરી અને પિયુષભાઈએ પલસાણા વન વિભાગના આર.એફ.ઓ. ભાવેશભાઈને સૂચિત કર્યું.

વન વિભાગે પરમ દિવસે પાંજરું ગોઠવ્યું અને આજે વહેલી સવારે લગભગ બે વાગ્યે પાંજરું બંધ થવાનો અવાજ આવતા રિંકેશભાઈ જાગી ગયા. તેમણે વાડાની લાઈટ ચાલુ કરીને જોયું તો પાંજરામાં દિપડી પુરાયેલી હતી.

વન વિભાગના કર્મચારીઓએ પાંજરામાં પુરાયેલી દિપડીની પ્રાથમિક તપાસ કરી અને જાણવા મળ્યું કે તે આશરે દોઢ વર્ષની માદા દિપડી છે. ત્યારબાદ વન વિભાગે દિપડીનો કબજો લઈને તેને સામાજિક વનીકરણ રેન્જ કચેરી ખાતે ખસેડી.

છેલ્લા એક સપ્તાહથી ગામના અલગ-અલગ વિસ્તારોમાં દિપડીની હાજરીથી ગ્રામજનોમાં ચિંતા હતી, પરંતુ દિપડી પાંજરે પુરાતા ગ્રામજનો અને વન વિભાગે રાહત અનુભવી.
📲Get App