🔥 TRENDING Doctors Warn of Seizure Risk for Jhark... Indian Navy Boosts Strategy Amid Growi... Jharkhand Blocks Student Leader Devend... PM Modi, President Murmu Send Navroz W... PM Modi Announces Five New Nuclear Rea... India Scraps Petrol Export Duty
15 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માલપુર તાલુકા પંચાયતમાં 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Pandor Sanjaybhai Bhalabhai 🗓 15 Aug 2026, 07:50 PM 👁 1
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા પંચાયત કચેરી ખાતે 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માલપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા તાલુકા પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સરકારશ્રીના આદેશ અનુસાર યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપરાંત વિવિધ વિભાગોના કર્મચારીઓ, માલપુર હોમગાર્ડ યુનિટ, માલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી સી પરમાર તથા પોલીસ સ્ટાફ, આશા વર્કર બહેનો અને આંગણવાડી કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વાતંત્ર્ય દિનના મહત્વ અને રાષ્ટ્રપ્રેમ અંગે પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

માલપુર તાલુકાની પરિશ્રમ સ્કૂલ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ 15મી ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રવંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી.

આ ઉપરાંત માલપુર તાલુકાના વિવિધ ગામોની શાળાઓ તથા ગ્રામ પંચાયતો ખાતે પણ રાષ્ટ્રધ્વજ વંદન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર તાલુકામાં 15મી ઓગસ્ટની ઉજવણી દેશભક્તિના માહોલ વચ્ચે ઉત્સાહભેર કરવામાં આવી હતી.
📲Get App