🔥 TRENDING ਐੱਸ. ਜੀ. ਪੀ. ਸੀ. ਚੋਣਾਂ ਨੂੰ ਲੈ ਕੇ ਹਾਈਕੋ... Job vacancies in Chadoora assembly con... Hyderabad: Excise Task Force Seizes 10... Kala Karwa Celebrated in Goa: Women Ob... WaveX Launches Startup Applications fo... Gunmen Fire on Farmers in Manipur Padd...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહેસાણામાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી માટે 15 નવેમ્બરના ભવ્ય કાર્યક્રમ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 12 Nov 2026, 09:42 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણામાં 15 નવેમ્બર 2026ના રોજ કમળાબા હોલમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી માટે જિલ્લા સ્તરે કાર્યક્રમ યોજાશે, જેમાં પ્રેસ કોન્ફરન્સમાં વિવિધ સરકારી યોજનાઓની ચર્ચા કરવામાં આવી..

મહેસાણામાં 15 નવેમ્બર 2026ના રોજ કમળાબા હોલ, સાર્વજનિક વિદ્યાલય ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી માટે જિલ્લા સ્તરે કાર્યક્રમ યોજાવાનો છે, જે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આયોજિત છે.આ ઉજવણીના આગોતરા આયોજન માટે આજે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી તેમજ ધારાસભ્યશ્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..

પ્રેસ કોન્ફરન્સમાં PM‑JANMAN, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA‑JGUA), શિક્ષણ, આરોગ્ય, વન અધિકાર અને પાયાની સુવિધાઓ થકી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.આ કાર્યક્રમ દ્વારા જનજાતિ સમુદાયના વિકાસમાં સરકારની વિવિધ યોજનાઓ અને પહેલોની જાણકારી જનતાને પહોંચાડવામાં આવશે અને સમુદાયના હિતમાં આગળના પગલાં લેવા માટે પ્રેરણા મળશે.
📲Get App