🔥 ट्रेंडिंग Bidar Dist news जिमी किमेल शो में एनवाईसी के मेयर ज़ोह... अशोक सेल्वन को नागरजुन के फ़िल्म 'किंग... तीसरा चरण 'चेनई 600 028' फिल्म का शूटि... उत्पादक अनुप्रिया नागर ने 'हनुमान अंश'... मेघालय ने प्रवासी मजदूरों के पंजीकरण क...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ખેડબ્રહ્મામાં અજાણ્યા શખ્સનો આતંક: 15થી વધુ વાહનોના કાચ તોડી ફરાર..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 30 सित. 2026, 03:10 PM 👁 32
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહ્મા શહેરમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સે આતંક મચાવી 15થી વધુ વાહનોના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું છે.પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે..

સાબરકાંઠાના-:
ખેડબ્રહ્મા શહેરમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સ દ્વારા આતંક મચાવવાની ઘટના સામે આવી છે,જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.અજાણ્યા શખ્સે રાત્રિના અંધકારનો લાભ લઈને રસ્તા પર પાર્ક કરાયેલા નાના-મોટા અંદાજે 15 થી 17 જેટલા વાહનોના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું.મળતી માહિતી અનુસાર આ ઘટનામાં વિનોદકુમાર જશુભાઈ ઠાકોર,જીગ્નેશકુમાર ભાવસાર,હરેશકુમાર રામી સહિત અન્ય વાહન માલિકોના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.સવારે જ્યારે વાહન માલિકો અને સ્થાનિક રહીશો જાગ્યા ત્યારે તેમના વાહનોના કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા, જેના પગલે સમગ્ર વિસ્તારમાં રોષ જોવા મળ્યો હતો..

ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે.હાલમાં CCTV ફૂટેજના આધારે વાહનોના કાચ તોડનાર અજાણ્યા શખ્સની ઓળખ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે સ્થાનિકોમાં સુરક્ષા વ્યવસ્થા અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
📲Get App