🔥 ट्रेंडिंग કચ્છના યક્ષ મેળામાં ‘મોતના કૂવા’માં બુ... પોરબંદરથી મળેલી દીકરી શિવાની... તેના મ... ઉના શહેરમાં એક અજાણ્યાશક્શની લાશ મળી અકસ્માતગ્રસ્તો માટે કચ્છ કલેક્ટરની માન... गुजराती फ़िल्म 'अंबा' ने पहला भजन-गरबा... गुजरात हाई कोर्ट ने यौन अपराध में DNA...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં ચોમાસા પહેલા મચ્છરજન્ય રોગચાળાને ડામવા સઘન ઝુંબેશ: 1,498 લોકોને નોટિસ, ₹68,200 દંડ વસૂલાયો

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 सित. 2026, 10:04 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે વિવિધ ઝોનમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન 1,498 લોકોને નોટિસ ફટકારી ₹68,200 નો દંડ વસૂલવામાં આવ્યો છે.

ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત વાહકજનિત રોગ નિયંત્રણ વિભાગ દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરે નહીં તે હેતુથી વિવિધ ઝોન વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાની ટીમો દ્વારા રહેણાંક વિસ્તારોથી લઈને બાંધકામ સાઇટો પર વ્યાપક સર્વે અને મચ્છરોના બ્રીડિંગનો નાશ કરવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે.

તા. 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરાયેલા ઇન્ટ્રાડોમેસ્ટિક સર્વે હેઠળ આરોગ્ય વિભાગે શહેરના 4,76,589 ઘરો અને સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ કામગીરી દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ થઈ શકે તેવા 15,42,472 જેટલા પાત્રો તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 9,730 સ્થળોએ મચ્છરોના બ્રીડિંગ મળી આવતા તેનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. મચ્છરોની ઉત્પત્તિ માટે અનુકૂળ સ્થિતિનું નિર્માણ કરનારા 1,498 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમની પાસેથી રૂ. 68,200 નો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, વિવિધ ઝોનમાં ચાલી રહેલા બાંધકામ સ્થળો પર ખાસ અઠવાડિક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ સર્વે હેઠળ નાના-મોટા કુલ 871 બાંધકામોની તપાસ કરી સ્થળ પરથી 618 મચ્છરના બ્રીડિંગનો નાશ કરાયો હતો. બેદરકારી દાખવનારા 120 આયોજકોને નોટિસ આપવામાં આવી હતી, જે પૈકી 110 જવાબદારો પાસેથી કુલ રૂ. 4,13,600 જેટલો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
📲Get App