🔥 TRENDING દીપાબેન મિલનભાઈ ઠક્કરની અમદાવાદ જિલ્લા... ନିର୍ବାଚନ ଫଳାଫଳ ପ୍ରକାଶ ପରେ ରାଜ୍ୟ ରାଜନୀତ... ਬਠਿੰਡਾ ’ਚ ਕਿਸਾਨਾਂ ਨਾਲ ਸੰਵਾਦ, ਸ਼ਿਵਰਾਜ ਚੌ... હિંમતનગરમાં સ્પા સેન્ટરોની આડમાં ગેરકા... नागौर एसीबी ने कोतवाली थाने के एएसआई क... બોટાદ: ગઢડામાં ઘેલો નદીમાંથી 110 વર્ષ...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વલસાડ: અતુલ ગ્રામ પંચાયતના રૂ.14 લાખના ગેરવહીવટ મામલે રિકવરી ક્યારે થશે?
Local

વલસાડ: અતુલ ગ્રામ પંચાયતના રૂ.14 લાખના ગેરવહીવટ મામલે રિકવરી ક્યારે થશે?

✍️ Reporter: jaiswal amarnath subedar 🗓 22 Aug 2026, 01:06 PM 👁 282
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડના અતુલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સામેના રૂ.14 લાખના ગેરવહીવટના મામલે એક વર્ષ બાદ પણ રિકવરી ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વલસાડના અતુલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ દર્શલ વિજયભાઈ દેસાઈ સામે અગાઉ થયેલા આશરે રૂ.14 લાખના આક્ષેપિત ગેરવહીવટ અને રિકવરીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા અગાઉ આ મામલે તપાસ અને નોટિસની કાર્યવાહી કરવામાં આવી હતી.

દાવા મુજબ, ઉપસરપંચ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ સંબંધિત રકમ ગ્રામ પંચાયતમાં પરત જમા કરાવવા માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેખિત સૂચના આપવામાં આવી હતી. જોકે, આશરે એક વર્ષનો સમય વીતી જવા છતાં આ રકમ ગ્રામ પંચાયતના ખાતામાં જમા થઈ છે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ વિલંબને કારણે ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો રકમની રિકવરી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, તો આજદિન સુધી તેની વસૂલાત કેમ થઈ નથી? સાથે જ, આ મામલે કોઈ રાજકીય કે અન્ય પ્રભાવના કારણે કાર્યવાહી અટકી છે કે કેમ તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં કોઈ પણ વ્યક્તિની સંડોવણીના સત્તાવાર પુરાવા મળ્યા ન હોવાથી, સમગ્ર મામલે પારદર્શક તપાસ અને સત્તાવાર ખુલાસાની માંગ ઉઠી છે.

હવે વહીવટી તંત્ર આ રૂ.14 લાખની રિકવરી બાબતે આગળ શું કાર્યવાહી કરે છે અને આ રકમ ક્યારે ગ્રામ પંચાયતના ખાતામાં
જમા થાય છે, તે જોવું રહ્યું.
📲Get App