🔥 TRENDING Homoeopathy Commission Clarifies Statu... Maharashtra Experiences 29 Earthquakes... Uttar Pradesh Board Announces Class 10... BJP Names Smriti Irani, Vasundhara Raj... UP Judge Issues 22 Death Sentences in... Tibetan Parliamentarians Yarphel and G...
17 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા શહેરમાં 14મી ઓગસ્ટ ના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ શહીદ દિવસ નિમિત્તે ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

✍️ Reporter: Anil Vaghela 🗓 14 Aug 2026, 08:47 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં 14મી ઓગસ્ટ ના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ શહીદ દિવસ નિમિત્તે ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશના ભાગલા સમયે શહીદ થયેલા લાખો નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે નીકળેલી આ મશાલ રેલીમાં ભાજપના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો તેમજ માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

મશાલ રેલી માર્કેટિંગ યાર્ડથી પ્રસ્થાન કરીને રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર થઈ પોલીસ ચોકી સુધી ગઈ હતી અને ત્યાંથી પરત માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્ણ થઈ હતી. હાથમાં મશાલ અને તિરંગા સાથે ભારત માતા કી જય અને "વંદે માતરમ્" ના નારાથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું.

આ મશાલ રેલીમાં આગેવાનો રવુભાઈ ખુમાણ, મયુરભાઈ દવે, વનરાજભાઈ વરુ, મહેશભાઈ ટાંક, ભાર્ગવભાઈ, કૈલાશભાઈ શિયાળ, કાનાભાઈ ગોહિલ, ભાવેશભાઈ ગુજરીયા, ગૌતમભાઈ ગુજરીયા, વનરાજભાઈ મકવાણા પરેશભાઈ ગોહિલ સહિત તમામ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ રેલી દ્વારા યુવાનો અને નાગરિકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાનો સંદેશ આપવામાં આવ્યો. શહીદોના બલિદાનને યાદ કરીને દેશની એકતા અને અખંડિતતા માટે સદા તત્પર રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો.

ભારત માતા કી જય
જય હિન્દ

દેવશીભાઈ બામણીય રાજુલા
14 ઓગસ્ટ 2026
📲Get App