🔥 TRENDING Horticulture Department Rolls Out Free... एन टी पी सी थाना क्षेत्र के बरियारपुरग... सिकंदराराऊ के फुलरई में सड़क निर्माण प... Bangalore Science Museum Offers Free E... Grain Stocks Reach Record Levels Natio... AI-powered interactive displays instal...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજકોટના કાલાવડમાં સ્ત્રી સામે ક્રૂર ગુનામાં 14 વર્ષથી ફરાર આરોપી રેન્જ ટીમ દ્વારા ધરપકડ

✍️ Reporter: VIKRAM PATA 🗓 22 Oct 2026, 08:47 PM 👁 14
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

14 વર્ષથી ફરાર રહેલા અને કાલાવડમાં સ્ત્રી સામે ક્રૂર ગુનાનો આરોપી ધરપકડ થયો.

રાજકોટ જિલ્લામાં કાલાવડ ગામમાં સ્ત્રી સામે થયેલ ક્રૂર ગુનાનો આરોપી, 14 વર્ષથી ફરાર, પોલીસ રેન્જ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવ્યો.


જામનગર જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા રાજકોટ રેન્જ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રાજકોટ રેન્જ ટીમના PSI શ્રી એસ.પી.ગોહિલ, શ્રી એ.વાય.ઉધાસ તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, વનરાજભાઇ મકવાણા, મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, વિપુલભાઇ મોરી, પરેશભાઇ સાંજવા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ ખાનગી બાતમીના આધારે કાલાવડ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૩માં નોંધાયેલા સ્ત્રી સાથે ક્રૂરતાના ગુનામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા નીકાવા ગામના જયદીપ ધરમદાસ ગોંડલીયાને લાલપુર ચોકડી પાસે સિદ્ધિવિનાયક આશ્રમ નજીકથી ઝડપી પાડ્યો હતો. આરોપીને પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App