🔥 ट्रेंडिंग टाइम्स ऑफ इंडिया ने हुनkaar: द रोर सीज... रीलगुड के अपनेक्स्ट ने बाहर भारत में ह... हंक्कार – दि रोअर वेब सीरीज़ को कोर्टर... ‘Eh Din Roz Ni Aune’ का आधिकारिक ट्रेल... टाइम्स ऑफ इंडिया ने "द फॉल ऑफ़ बार्सिस... द टाइम्स ऑफ इंडिया ने ‘द रेस्क्यू’ का...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમરેલીના લાઠીમાં વન્યપ્રાણીનો આતંક: કપાસ વિણતી 14 વર્ષીય બાળકી પર હુમલો

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 26 सित. 2026, 12:40 AM 👁 16
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠી તાલુકામાં કપાસ વિણતી એક પરપ્રાંતિય પરિવારની 14 વર્ષીય બાળકી પર વન્યપ્રાણીએ હુમલો કર્યો, જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં વન્યપ્રાણીના હુમલાની એક ગંભીર ઘટના સામે આવી છે. ઈંગોરાળા થી ભીંગરાડ વચ્ચે આવેલા દિનેશભાઈ જાગાણીની વાડીમાં કપાસ વિણતી એક પરપ્રાંતિય પરિવારની 14 વર્ષીય દીકરી પર અચાનક વન્યપ્રાણીએ હુમલો કર્યો હતો.

આ હુમલામાં બાળકીના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના સમયે આસપાસ કામ કરી રહેલા અન્ય મજૂરો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઘાયલ બાળકીને પ્રાથમિક સારવાર માટે દામનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, બાળકીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે.

આ ઘટનાને પગલે સમગ્ર લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ખેતરો અને વાડીઓમાં કામ કરતા મજૂરોમાં ભારે ડર ફેલાયો છે. સ્થાનિક રહીશોએ વન વિભાગને તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે જેથી આવી ઘટનાઓ અટકાવી શકાય.
📲Get App