🔥 ट्रेंडिंग एटा के धुमरी गांव में पटाखे विवाद में... शहडोल वन विभाग के पास सरकारी आवास में... कांग्रेस 2028 में एमपी विधानसभा चुनाव... इंदौर के अस्पताल में बाल देखभाल विवाद... चूरू में राजेंद्र राठौड़ का कलमा वीडिय... తణుకు ఎస్.ఎన్.వి.టి ప్రభుత్వ జూనియర్ క...
11 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વડાપ્રધાન મોદી 13‑14 નવેમ્બરે ગુજરાત પ્રવાસે: અંબાજી મંદિરે વિશેષ પૂજા

✍️ रिपोर्टर: Rajesh vanjara 🗓 11 नव. 2026, 03:40 PM 👁 19
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં તેઓ બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરે માતાજીનું દર્શન અને પૂજા-અર્ચના કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ બનાસકાંઠા જિલ્લાના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરે જશે અને માતાજીનું દર્શન તથા વિશેષ પૂજા-અર્ચના કરશે.

13 નવેમ્બરની મોડી રાત્રે તેઓ દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને રાત્રિ રોકાણ માટે લોકભવન (રાજભવન) ખાતે જશે.

14 નવેમ્બરે સવારે હેલિકોપ્ટર દ્વારા અંબાજી પહોંચશે. બપોરે 12 થી 12 30 વાજે તેઓ મંદિરે પહોંચી માતાજીનું દર્શન કરશે અને પૂજા-અર્ચના કરશે.

વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરી છે. અંબાજી મંદિર પરિસર, હેલિપેડ અને આસપાસના માર્ગો પર સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા ચાલી રહી છે. અંબાજી યાત્રાધામનું વિશેષ મહત્ત્વ અને લાખો ભક્તોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મુલાકાત ધાર્મિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે.
📲Get App