🔥 TRENDING Kanak News airs 10 PM weather update o... Mastermind Akashdeep Alleged to Demand... Three Arrested, Four Tractors Recovere... Unidentified Youth's Body Discovered i... Six-Month Sewage Overflow and Crumblin... કડોદરા GIDC પોલીસ મથકમાં માટીના શ્રીજી...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલમાં એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી. મોલમાં રાત્રિનો મિરઝાપુર મૂવી જોઈને પરત ફરી રહેલા 13 યુવા

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 01:24 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નેટવર્ક ન મળતાં યુવકો મૂંઝાયા, એકના મોબાઈલમાં સિગ્નલ આવતાં કંટ્રોલમાં કોલ કર્યો બેઝમેન્ટ હોવાના કારણે લિફ્ટમાં ફસાયેલા મોટાભાગના યુવકોના મોબાઈલ ફોનમાં નેટવર્ક આવતું ન હતું. જેના કા

સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલમાં એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી. મોલમાં રાત્રિનો મિરઝાપુર મૂવી જોઈને પરત ફરી રહેલા 13 યુવાનો લિફ્ટમાં સવાર થયા હતા, ત્યારે અચાનક લિફ્ટ બેઝમેન્ટ-1માં ખોટકાઈ ગઈ હતી. લિફ્ટ બંધ થઈ જતાં તેમાં સવાર યુવકો અંદર જ અટવાઈ પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ તમામ યુવાનોને સહીસલામત બહાર કાઢી લીધા હતા.

નેટવર્ક ન મળતાં યુવકો મૂંઝાયા, એકના મોબાઈલમાં સિગ્નલ આવતાં કંટ્રોલમાં કોલ કર્યો બેઝમેન્ટ હોવાના કારણે લિફ્ટમાં ફસાયેલા મોટાભાગના યુવકોના મોબાઈલ ફોનમાં નેટવર્ક આવતું ન હતું. જેના કારણે તેઓ બહાર કોઈનો પણ સંપર્ક કરી શકતા નહોતા. આ દરમિયાન એક યુવકના મોબાઈલમાં માંડ નેટવર્ક પકડાતાં તેણે તરત જ સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કરીને સમગ્ર ઘટના અંગે વાકેફ કર્યા હતા. ફાયર કંટ્રોલને મોડી રાત્રે 2.56 વાગ્યે કોલ મળતાં જ ફાયર ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી.
📲Get App