🔥 TRENDING દિવાળી તહેવાર દરમિયાન ટ્રાફિક પોલીસ દ્... धनतेरस के अवसर पर गरम बारवा खुर्म में... Devon Conway Ruled Out Of India Vs NZ... Prithvi Shaw Remains Determined to Ret... NZ Faces Mixed Squad News Ahead of Sec... Ranbir Kapoor's Ramayana Sets Record w...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં નકલી દવાઓનું વેચાણ ઝડપાયું: 1,250 ટેબ્લેટ સાથે રૂ. 1.70 લાખનો જથ્થો જપ્ત
Local

અમદાવાદમાં નકલી દવાઓનું વેચાણ ઝડપાયું: 1,250 ટેબ્લેટ સાથે રૂ. 1.70 લાખનો જથ્થો જપ્ત

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 22 Aug 2026, 05:44 PM 👁 80
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ સહિત રાજ્યભરમાં તંત્ર દ્વારા બનાવટી દવાઓ સામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં નકલી 'નિકાર્ડિયા રિટાર્ડ-10' દવાના જથ્થાનો પર્દાફાશ થયો છે.

અમદાવાદમાં બનાવટી દવાઓના વેચાણ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન શહેરના 30થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં નકલી 'નિકાર્ડિયા રિટાર્ડ-10' દવાના 1,250 ટેબ્લેટ જપ્ત કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ નકલી દવાનો જથ્થો નડિયાદ અને ભાવનગર સુધી ફેલાયેલો હતો. અધિકારીઓએ નડિયાદમાંથી 660 અને ભાવનગરથી 590 ટેબ્લેટ જપ્ત કર્યા છે. આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજે રૂ. 1.70 લાખની શંકાસ્પદ અને પ્રતિબંધિત દવાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં આ નકલી દવાની સપ્લાય ચેન લખનઉથી અમદાવાદ સુધી જોડાયેલી હોવાનું બહાર આવ્યું છે. તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરીને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
📲Get App