🔥 TRENDING અંબિકા તાલુકાના ભોરીયા ગામની સીમામાં ઓ... Sajjan Jindal to Lay Foundation of Sec... કદોદરા‑પલસાણા નેશનલ હાઇવે‑48 પર ટ્રાફિ... West Bengal's New Investment Policy Pu... INDIA Bloc Calls for Disqualification... Bihar Government Reassigns Five IPS Of...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમરેલીમાં જુગારધામ પર પોલીસનો સપાટો: 12 જુગારીઓ ₹1.63 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 04 Nov 2026, 11:26 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી સિટી પોલીસની સર્વેલન્સ ટીમે લાઠી રોડ પર શ્રીજી રેસિડેન્સીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 12 ઈસમોને ₹1.63 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

ભાવનગર રેન્જ IG શ્રી આર.વી. અસારી અને અમરેલી જિલ્લા SP સંજય ખરાતની સૂચના અનુસાર, જુગાર વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનના ભાગરૂપે અમરેલી સિટી પોલીસની સર્વેલન્સ ટીમને મોટી સફળતા મળી છે.

ચોક્કસ બાતમીના આધારે, અમરેલી સિટી PI આર.આર. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસે અમરેલી લાઠી રોડ પર ધરમનગર સ્થિત શ્રીજી-1 રેસિડેન્સીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ 12 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ઝડપાયેલા જુગારીઓ પાસેથી 52 ગંજીફા પાના, 12 મોબાઈલ ફોન (કિંમત ₹1,03,200) અને રોકડ ₹60,230 મળીને કુલ ₹1,63,430 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઝડપાયેલા મોટાભાગના ઈસમો અમરેલી શહેરના ગણેશ સોસાયટી, ઓમનગર, ટાવર રોડ, ધાંચીવાડ સહિતના વિસ્તારોના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
📲Get App