તિલકવાડાના વઘેલી ગામે હડકાયા કૂતરાનો આતંક : 12 ભેંસ અને 3 ગાયનાં મોત, પશુપાલકોને લાખોનું નુકસાન
નમસ્કાર, તિલકવાડાના વઘેલી ગામમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
વઘેલી ગામમાં હડકાયા કૂતરાના આતંકના કારણે પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હડકાયા કૂતરાના કરડવાથી અત્યાર સુધીમાં 12 ભેંસ અને 3 ગાયનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 10થી વધુ ભેંસો અસરગ્રસ્ત થતાં તેમને રસી આપવામાં આવી છે.
હડકાયા કૂતરાના કરડવાના બનાવોના કારણે અનેક પશુપાલકોને મોટું આર્થિક નુકસાન થયું છે. રમા ભૂલા નામના પશુપાલકની 3 ભેંસ અને 2 ગાયનાં મોત થયાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
પશુપાલકોના જણાવ્યા મુજબ, એક ભેંસની બજાર કિંમત આશરે 1 લાખથી 1.5 લાખ રૂપિયા અને એક ગાયની કિંમત આશરે 50થી 60 હજાર રૂપિયા હોય છે. આ પ્રમાણે પશુઓના મોતને કારણે પશુપાલકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
હાલમાં પણ ગામમાં હડકાયું કૂતરું ફરતું હોવાના કારણે પશુપાલકો અને ગ્રામજનોમાં ભય યથાવત્ છે. પોતાના પશુઓની સુરક્ષાને લઈને પશુપાલકો ચિંતિત બન્યા છે.
ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ગામમાં હડકાયા કૂતરાના નિયંત્રણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. અસરગ્રસ્ત પશુઓને સમયસર વેક્સિન અને જરૂરી સારવાર આપવામાં આવે તેમજ હડકાયા કૂતરાના કરડવાથી મૃત્યુ પામેલા પશુઓના માલિકોને સરકાર તરફથી યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે.
વઘેલી ગામમાં પશુપાલન અનેક પરિવારોની આજીવિકાનું મહત્વનું સાધન છે. ત્યારે પશુધનની સુરક્ષા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.
હવે જોવાનું એ રહેશે કે પશુપાલકોની આ રજૂઆત બાદ તંત્ર દ્વારા હડકાયા કૂતરાના આતંકને રોકવા માટે શું કાર્યવાહી કરવામાં આવે છે.