Religion
દભા ખાતે 12મી રબી' અલ-આવલની ઉજવણીમાં જુલસ
દભા ગામમાં 12મી રબી' અલ-આવલને નિમિત્તે ધાર્મિક જુલસ યોજાયો.
જંબુસર, ડાભા:
ભારતની ગંગા-જમના સંસ્કૃતિ અને પરસ્પર ભાઈચારાની પરંપરાને જીવંત રાખતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામમાંથી કોમી એકતાના પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. આજરોજ ડાભા ગામે પયગમ્બર સાહેબના જન્મદિન નિમિત્તે ઉજવાતા પવિત્ર તહેવાર 'ઈદે મિલાદુન નબી'ના અવસરે હિન્દુ અને મુસ્લિમ એમ બંને સમુદાયના લોકોએ સાથે મળીને ઉત્સાહભેર ઉત્સવ ઉજવ્યો હતો.
ગામમાં યોજાયેલી આ ઉજવણી દરમિયાન સર્વધર્મ સમભાવ અને સામાજિક સૌહાર્દનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. હિન્દુ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ મુસ્લિમ ભાઈઓને ઈદે મિલાદની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને આ પર્વને આનંદભેર વધાવ્યો હતો. બંને સમુદાયના લોકોએ એકબીજાને ગળે મળીને ભાઈચારા અને શાંતિનો સંદેશ સમગ્ર પંથકમાં ફેલાવ્યો હતો.
આજના આજના અશાંતિ અને ભાગલાવાદી માહોલ વચ્ચે ડાભા ગામના ગ્રામજનોએ એકતાનો સેતુ બાંધીને સમગ્ર જિલ્લામાં એક સારો સંદેશો આપ્યો છે. આ કાર્યક્રમ સાબિત કરે છે કે સાચા અર્થમાં ઉત્સવો માનવતા અને પરસ્પર પ્રેમની ભાવનાને વધુ દ્રઢ કરે છે. ડાભા ગામની આ પહેલની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.