🔥 TRENDING Maharashtra Seamless Shares Slide in E... Household Work Demand Jumps 34% to 15.... NTPC ke dwara Bina muaawja ka Ghar Tod... यूपी इंटरनेशनल ट्रेड शो से लोकल कारोबा... मुख्यमंत्री योगी आदित्यनाथ से कैबिनेट... Tribune India Features Simran Saini
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચ-નર્મદા જિલ્લામાં 12થી 16 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલની આગાહી
Weather

ભરૂચ-નર્મદા જિલ્લામાં 12થી 16 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલની આગાહી

✍️ Reporter: Shahid Mansuri 🗓 12 Aug 2026, 01:26 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને પાક માટે તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે.

ભરૂચ-નર્મદા જિલ્લામાં 12થી 16 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ બાદ મધ્યમથી હળવો વરસાદ થવાની શક્યતા છે. હવામાં 95% જેટલો ભેજ રહેવાની સાથે 13થી 16 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ભરૂચ જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આશરે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે.

બદલતા હવામાનને ધ્યાનમાં રાખી, ખેડૂતોને પાક અને ખેતીવાડી કામગીરીમાં જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
📲Get App