🔥 TRENDING Odisha CM Mohan Majhi Supports SIR Ami... दिल्ली के जंतर-मंतर पर महात्मा गांधी प... Congress launches 'Vote Bachao Desh Ba... शिवराज सिंह चौहान धरने पर: अपनी ही सरक... Grandmother's Final Note Video Goes Vi... DTU to Host Mega Open House for Scienc...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરેન્દ્રનગર પોલીસને 11 જનરક્ષક ફાળવવામાં આવી.
Crime

સુરેન્દ્રનગર પોલીસને 11 જનરક્ષક ફાળવવામાં આવી.

✍️ Reporter: Virendra bhai vyas 🗓 27 Aug 2026, 02:32 PM 👁 51
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં 500 જેટલી જનરક્ષક નવી ફાળવવામાં આવી છે પહેલા 100 નંબર ડાયલ કરવો પડતો હતો અને હવે 112 નંબર કોઈપણ કાયદાકીય અથવા તો અન્ય તકલીફ હોય ત

સુરેન્દ્રનગર પોલીસને 11 જનરક્ષક ફાળવવામાં આવી.
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં 500 જેટલી જનરક્ષક નવી ફાળવવામાં આવી છે પહેલા 100 નંબર ડાયલ કરવો પડતો હતો અને હવે 112 નંબર કોઈપણ કાયદાકીય અથવા તો અન્ય તકલીફ હોય તો લોકો ડાયલ કરી શકે છે ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને પણ 11 જેટલી નવી જનરક્ષક ફાળવવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં જનરક્ષક ચલાવવામાં આવતી હતી પરંતુ પૂરતી સરકારમાંથી પ્રથમ તબક્કામાં ફાળવવામાં આવી ન હોવાના કારણે અલગ અલગ પોલીસ મથકની પીસીઆર વાહન જનરક્ષક તરીકે ઉપયોગ કરવામાં આવતી હતી.
પરંતુ હવે સરકાર દ્વારા નવી સુરેન્દ્રનગર જિલ્લાને પણ 11 જેટલી જનરક્ષકની ફાળવણી કરવામાં આવી છે જેને લઈને જે પીસીઆર જનરક્ષકમાં ચાલતી હતી તે પરત લઈ લેવામાં આવી છે અને તેના સ્થાને નવી ફાળવવામાં આવેલી જનરક્ષક ચલાવવા અંગેનો નિર્ણય સુરેન્દ્રનગર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.કોઈપણ પ્રકારની કાયદાકીય હેલ્પ જોતી હોય અથવા તો કોઈ ઘટના બને તો તાત્કાલિક 112 ડાયલ કરી અને જનરક્ષકની મદદ લેવા માટે પણ પોલીસ વિભાગ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે ત્યારે અલગ અલગ સ્ટાફની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં હવે ધ્યાન રક્ષકની સંખ્યા 35 જેટલી થવા પામી છે અને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જનરક્ષક સ્ટેન્ડ બાય રાખવા માટેની રૂટ પણ અને ડેપો પણ તૈયાર કરી નાખવામાં આવ્યા છે.
📲Get App