સુરત મહાનગરપાલિકાના બે કર્મચારીઓ રૂ. 11 હજારની લાંચ લેતા ઝડપાયા

સુરત
સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનના પીપલોદ વોર્ડ નં. 37(એ)માં ફટાકડાના વેચાણનું લાઇસન્સ આપવા બદલ રૂ. 11 હજારની લાંચ માંગવાના કેસમાં એ.સી.બી.એ બે કર્મચારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
એક જાગૃત નાગરિકે ફટાકડાના વેચાણનું લાઇસન્સ મેળવવા વોર્ડ નં. 37(એ)ની આરોગ્ય કચેરીમાં અરજી કરી હતી. લાઇસન્સ આપવાની કાર્યવાહી કરવાના અવેજમાં સેનેટરી ઇન્સ્પેક્ટર વિપુલકુમાર જયંતકુમાર જોશી (ઉં.વ. 56) અને સફાઈ કામદાર શૈલેષભાઈ કિશનભાઈ સોલંકી (ઉં.વ. 37)એ રૂ. 11 હજારની લાંચ માંગી હતી.
લાંચ આપવા ન માંગતા ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં વિપુલકુમાર જોશીના કહેવાથી શૈલેષભાઈ સોલંકીએ ફરિયાદી પાસેથી રૂ. 11 હજારની લાંચ સ્વીકારતાં બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા.
સુરત ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબી અને તેમની ટીમે 2 નવેમ્બર, 2026ના રોજ પીપલોદ આરોગ્ય કચેરી, અઠવા ઝોન ખાતે આ સફળ ટ્રેપ હાથ ધરી હતી. લાંચની સંપૂર્ણ રૂ. 11 હજારની રકમ રિકવર કરવામાં આવી છે.