🔥 ट्रेंडिंग एटा मंडी में धान के भावों में आई ₹4250... નરેલામાં નશાના કારોબારનો પર્દાફાશ: 64... રાજસ્થાન: અજમેરમાં 6 પેઢીઓના 185 સભ્યો... મુંદરા પોલીસે ધ્રબ સીમમાં ઘનશ્યામ કોમ્... માનકુવા પાસેથી ગેરકાયદે દેશી બંદૂક સાથ... કોડાય પોલીસે ફરાદી ગામ પાસેથી ૩૦ ટન બો...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અરવલ્લીના સુરપાણેશ્વર મંદિરમાં ગાંજાનું વાવેતર: 11 કિલોથી વધુ ગાંજો ઝડપાયો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 01 अक्टू. 2026, 06:38 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉભરાણ ગામના સુરપાણેશ્વર મંદિરમાંથી પોલીસે ગેરકાયદેસર રીતે વાવેતર કરેલા ગાંજાના છોડ અને સૂકો ગાંજો મળી કુલ 11.397 કિલોગ્રામ જપ્ત કર્યો છે,જેની કિંમત આશરે 5.69 લાખ રૂપિયા થાય છે..

અરવલ્લીમાં-:
નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓને ડામવા માટે પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ અને પોલીસ અધિક્ષક અરવલ્લી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના પગલે માલપુર પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.આ કાર્યવાહી દરમિયાન, ઉભરાણ ગામના સુરપાણેશ્વર મંદિરમાંથી ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર થયેલું મળી આવ્યું હતું.પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.પરમાર અને તેમના સ્ટાફે મંદીરના પૂજારીઓના કબજામાંથી લીલા ગાંજાના 6 છોડ અને સૂકો ગાંજો મળી કુલ 11.397 કિલોગ્રામ જપ્ત કર્યો છે. આ ગાંજાની બજાર કિંમત આશરે 5,69,850 રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસને 2 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે, જેની કિંમત 10,000 રૂપિયા છે. આમ, કુલ 5,79,850 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ એક્ટ 1985 ની કલમ 8(સી), 20(એ), 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે રવીકાંત ઉર્ફે રવીગીરી (ઉ.વ. 45), રૂપસિંહ ઉર્ફે રૂપગીરી (ઉ.વ. 78) અને શંતકુમાર (ઉ.વ. 39) નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેઓ હાલ ઉભરાણ મંદિરમાં રહે છે. જો કે મંદીરના વહીવટકર્તા હરદીપગીરી મહારાજ પોલીસ પકડથી દૂર છે અને પોલીસ તેમને શોધી રહી છે..

પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.પરમાર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભાવેશકુમાર વિઠ્ઠલભાઇ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અવીનાશભાઇ અમૃતભાઇ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઇ રત્નાભાઇ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશસિંહ દાનસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ દોલાભાઇ, આસિસ્ટન્ટ લોકરક્ષક દીલીપભાઈ જેશાભાઇ અને ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઇ રામાભાઇ દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસનીય કામગીરી બદલ તેમની નોંધ લેવામાં આવી છે.
📲Get App