🔥 TRENDING जैथरा में गणेश महोत्सव के बाद होगा विश... ఆదిలాబాద్: రిమ్స్ ఆసుపత్రి సమస్యల పరిష... শিলিগুড়ি শহরের সমস্ত স্ট্রিট ভেন্ডর ও... આઈ.સી.ડી.એસ કલોલ ઘટક -1 ના છત્રાલ ગામ... કાણેટી ગામમાંથી 2.13 લાખના દારૂ સાથે એ... સુરતમાં રસીકરણમાં ગંભીર બેદરકારી: 5 બા...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઉમરપાડાની સિઝન હોસ્ટેલમાં રમતા 11 વર્ષીય બાળકનું માથામાં ઈજા બાદ મોત

✍️ Reporter: Dhaval Maheta 🗓 26 Sep 2026, 08:48 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામે આવેલી સિઝન હોસ્ટેલમાં અભ્યાસ કરતા 11 વર્ષીય બાળકનું રમતા-રમતા પડી જવાથી માથામાં ગંભીર ઈજા થઈ હતી. 6 દિવસની સારવાર બાદ તેનું મોત થયું છે.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામે આવેલી સિઝન હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા 11 વર્ષીય બાળકનું રમતા-રમતા પડી જવાથી મોત થયું છે. હોસ્ટેલ પરિસરમાં રમતી વખતે અચાનક નીચે પટકાયેલા બાળકના માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી. બ્રેઈન હેમરેજ થતાં તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં 6 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના મોટી કોરવાઈ ગામના તડવી ફળિયામાં રહેતા ખેડૂત દીપકભાઈ અંબાલાલ તડવીનો 11 વર્ષીય પુત્ર પ્રતિક ઉમરપાડાના ઉમરખાડી ગામની સિઝન હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. બપોરના સમયે પ્રતિક હોસ્ટેલ પરિસરમાં રમી રહ્યો હતો, તે દરમિયાન અચાનક નીચે પટકાતાં તેના માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજા બાદ તેને સતત ઊલટીઓ થવા લાગી હતી.

પ્રતિકની તબિયત લથડતાં ઉમરખાડીમાં રહેતા તેના મામા અનિલભાઈ ગોવિંદભાઈ વસાવા તેને તાત્કાલિક ઝંખવાવની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકની નાજુક હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે માંડવીની નક્ષત્ર હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી. નક્ષત્ર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પ્રતિકને વધુ સારવાર માટે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
📲Get App