🔥 ट्रेंडिंग वेरिटी ने मजबूत शुरुआत के बाद तीसरे दि... दस दिन में 'द व्वां' की कमाई 58 करोड़... राज्य मानव अधिकार आयोगों की रिक्तियों... अरुणाचल की महिला ने साझा किया IIT बॉम्... पीआईबी ने जारी किया 'समय बचाने, यात्रा... काउंटर इंटेलिजेंस कश्मीर ने अनंतनगर मे...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દશરીદાદીની 108મી જન્મજયંતિ ઉજવણીમાં સુરાલી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ
स्थानीय

દશરીદાદીની 108મી જન્મજયંતિ ઉજવણીમાં સુરાલી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 05 अक्टू. 2026, 02:40 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પૂણેની યરવડા જેલમાં કસ્તુરબા ગાંધીને વાંચતાં-લખતાં શીખવનાર સ્વાતંત્ર્ય સેનાની દશરીબેન ચૌધરીની 108મી જન્મજયંતિ માટે સુરાલી (મઢી) ખાતે દશરીબાઇ ચોકમાં ભવ્ય સાંસ્કૃતિક અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

દશરીબેન ચૌધરી (દશરિદાદી) ની 108મી જન્મજયંતિ ઉજવણી માટે સુરાલી (મઢી) ખાતે દશરીબાઇ ચોકમાં સાંસ્કૃતિક અને જનજાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી.

દશરિદાદી 1930ના દાયકામાં સવિનય કાનૂન ભંગની લડતમાં જોડાઈ, વિદેશી વસ્ત્રોના વેચાણ સામે પિકેટિંગ કરતા હતા. 1933માં સુરતમાં વિદેશી કાપડની દુકાન સામે ધરણાં દરમિયાન અંગ્રેજોએ તેમની ધરપકડ કરી, અને મેજિસ્ટ્રેટ સમક્ષ તેમણે નિર્ભયતાપૂર્વક કહ્યું: ‘અમે જીવીએ કે મરીએ, જ્યાં સુધી સ્વરાજ નહીં મળે ત્યાં સુધી અમે કાંતતા રહીશું.’ 1942ના ‘ભારત છોડો’ આંદોલન દરમિયાન રાષ્ટ્રવાદી ગીતો ગાઈ લોકોમાં દેશભક્તિ જગાવવા બદલ ફરી ધરપકડ કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિ પૂજા કરીને કરવામાં આવી અને હજારો શ્રોતાઓ દશરિદાદીના જીવન-કવનથી અવગત થયા. ભેંસુદલા ગામના નિર્મળાબેને દશરિદાદીના જીવન પરિચય રજૂ કર્યો.

ડૉ. જીતેન્દ્રભાઈ વસાવાએ સાંપ્રત પ્રવાહમાં આદિવાસી યુવાનોની ભૂમિકા અંગે ચર્ચા કરી, જ્યારે નાની ભટલાવના યુવા સરપંચ અંકિતભાઈ ચૌધરીએ યુવા પેઢીને ભણતર તથા સરકારી નોકરીની તૈયારી બાબતે માર્ગદર્શન આપ્યું.

આ કાર્યક્રમ દ્વારા દશરિદાદીની સ્વતંત્રતા માટેની અડગ પ્રતિબદ્ધતા અને શિક્ષણ પ્રત્યેની તેમની લાગણીને ફરીથી ઉજાગર કરવામાં આવી, અને સ્થાનિક સમુદાયમાં રાષ્ટ્રભક્તિ અને શિક્ષણ પ્રત્યે નવી પ્રેરણા જગાવી.
📲Get App