Crime
સુરતમાં 108 એમ્બ્યુલન્સ ડ્રાઇવર પર નજીવા મુદ્દે જીવલેણ હુમલો, સારવાર હેઠળ
પાંડેસરા વિસ્તારમાં દર્દીને લેવા ગયેલા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના ડ્રાઇવર પર એક અજાણ્યા રિક્ષાચાલકે લાકડાના ફટકા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઘટનામાં ડ્રાઇવરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના ડ્રાઇવર પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે. મધરાતે ઈમરજન્સી કોલ મળતાં દર્દીને લેવા પહોંચેલા 108ના ચાલક હર્ષ ચોકસી પોતાની ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા રિક્ષાચાલકે એમ્બ્યુલન્સ સાઈડમાં લેવાના નજીવા મુદ્દે ઉશ્કેરાઈને હુમલો કરી દીધો હતો. આરોપીએ લાકડાના ફટકા મારી ડ્રાઇવરના હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હાલ લોહીલુહાણ હાલતમાં 108ના ડ્રાઇવરને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટના અંગે હોસ્પિટલના બિછાનેથી આપવીતી વર્ણવતા 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર હર્ષ ચોકસીએ જણાવ્યું હતું કે, "અમને ભાઠેના બ્રિજ પાસેથી ફિઝિકલ એસોલ્ટના પેશન્ટનો ઈમરજન્સી કોલ આવ્યો હતો. અમે રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ વડોદ ચોકડી, તિરૂપતિ સર્કલ પાસે કમલા ચોક પહોંચ્યા હતા. ગાડી સાઈડમાં જ પાર્ક હતી અને પેશન્ટને લેવા નીચે ઉતર્યા, ત્યારે અજાણ્યા રિક્ષાવાળાએ આવીને ગાડી સાઈડમાં લેવા કહ્યું.
અમે કંઈ સમજીએ તે પહેલાં જ તેણે અચાનક લાકડો કે બંબુ ઉઠાવી સીધું મારવાનું શરૂ કરી દીધું. તેણે મને, પેશન્ટને અને મને બચાવવા આવેલા 30-35 વર્ષના ભાઈને પણ બેફામ માર માર્યો હતો. પેલો નશામાં ધૂત હાલતમાં હતો."
આ ઘટનાએ ફરી એકવાર શહેરની કાયદો-વ્યવસ્થા પર પ્રશ્નાર્થ સર્જ્યો છે. ફરજ પર તૈનાત કર્મચારીઓ પર આવા હુમલાઓ થતાં તેઓ કેવી રીતે સુરક્ષિત રહી શકે તે મોટો સવાલ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.