🔥 ट्रेंडिंग जेलर 2 ने विदेश में रिकॉर्ड तोड़ कीमत... जैक्की शroff ने राम्या कृष्णन को 56वें... टी.डी.पी. और शिवसेना ने अमित शाह के यू... कांग्रेस ने सींग अपर मल्टीपर्पस प्रोजे... अरुणाचल में सियांग बांध सर्वेक्षण पर व... जम्मू-कश्मीर के सीएम ओमर अब्दुल्ला ने...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

108 એમ્બ્યુલન્સે અમરેલી-લીલીયા રોડ પર અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને બચાવી, ફોન પરત આપ્યો

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 16 सित. 2026, 03:35 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી-લીલીયા રોડ પર થયેલા અકસ્માતમાં 108 ટીમે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર આપી અને ₹20,000 કિંમતનો મોબાઇલ ફોન સુરક્ષિત રાખીને તેના ભાઈને પરત આપ્યો.

અમરેલી-લીલીયા રોડ પર થયેલા અકસ્માતમાં અમરેલી પંચાયત કાર્યાલયની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, જ્યાં EMT સાગરભાઈ અને પાયલોટ આરીફભાઈએ રવિભાઈ નામના યુવાનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં એકલો જોવા મળ્યો.

તેમણે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને રવિભાઈને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તપાસ કરતા EMT સાગરભાઈ અને પાયલોટ આરીફભાઈને રવિભાઈ પાસેથી અંદાજે રૂ. 20,000 ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો.

સત્યનિષ્ઠા દર્શાવતા તેઓએ ફોન સુરક્ષિત રાખી રવિભાઈના ભાઈને હોસ્પિટલ ખાતે પરત સોંપ્યો. 108 ની ટીમની આ પ્રમાણિકતા અને માનવતાભર્યા કાર્યને પગલે રવિભાઈના ભાઈએ સાગરભાઈ તથા આરીફભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને 108 ની કામગીરીના વખાણ કર્યા.

"જરૂરિયાતમંદને મદદ કરી ગુમ થયેલું સામાન સાચી રીતે પરત આપી 108 કર્મચારીઓએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે." માનવતા અને ઈમાનદારી એ જ સાચી સેવા…
📲Get App